Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અમરેલીમાં જુદા જુદા સ્થળોએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧પ : અમરેલીમાં રહેતી યુવતીને અમરેલીના પ્રેમ જગદીશ રાજુ વાઘેલા સાથે પ્રેમ સબંધ હોવાથી બળજબરી પુર્વક બાઇકમાં અપહરણ કરી અવાર નવાર જુદા જુદા સ્થળોએ બળાત્કાર ગુજારી ભાઇ અને માતાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.

ધમકી

સાવરકુંડલામાં લાલજીભાઇ ભગવાનભાઇ રાઠોડને જણાવેલક ે તારો દિકરો મારી છોકરીને ભગાડી કયાં લઇ ગયો છે તેવું જણાવી કનુ લવા, કમલેશ કનુ, મુકેશ કનુ મકવાણાએ ગાળો બોલી લાકડી વડે માર મારી ફેકચર કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માર માર્યો

બગસરા તાલુકાના હાલરીયા ગામે રહેતી લારાબેન પ્રકાશભાઇ વાઘ પરિવારજનો સાથે જમતા હતા. ત્યારે કુટુંબી પ્રકાશ હિરા વાધ દારૂ પી આવીને ગાળો બોલી માતાની ગળકી પકડી માર મારતા લારાબેન વચ્ચે પડતા પિતાને લાકડી વડે માર મારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉઘરાણી મુદે ધમકી

બગસરા તાલુકાના માવજીંજવા ગામે રહેતા પ્રકાશભાઇ ઉકાભાઇ ગમારા ઉ.વ.રર એ થોડા દિવસ પહેલા મામકુશેલાર વાળા પાસેથી માલ ઢોરની નીરણ માટે રૂ.૪ હજાર લીધા હતા. જે પૈસાની ઉઘરાણી કરતા પછી આપવાનું જણાવતા સારૂ નહી લાગતા મામકુશેલાર વાળા, શેલાર નાથા વાળા, જયતુ શેલાર વાળાએ ગાળો બોલી ઉશ્કેરાઇ ઇજા કરી ઢીકા પાટુનો માર મારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માર માર્યો

બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે રહેતી જાનાબેન જશાભાઇ ચાવડા ઉ.વ.૮પ તેના કુટુંબી પાયલબેન મધુભાઇ ચાવડા, ધર્મિષ્ેઠાબેન મધુભાઇ ચાવડા, પ્રભાબેન મધુભાઇ ચાવડા, પાઇપ વડે માર મારી ધમકી આપ્યાને બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:09 pm IST)