Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બાળકના જન્મ સમય ગાળામાં આયુર્વેદીક અનુભવ સાથે એલોપેથીક અને જયોતિષ વિજ્ઞાનનું મહત્વ

બાળકના જન્મ બાદ એક જમાનામાં ઘરગથ્થુ આયુર્વેદીક ઉપાયોથી માતા અને બાળકની તંદુરસ્તી જળવાય રહેતીઃ આજે મોટાભાગે સગર્ભાના બાળકના કુદરતી જન્મની રાહ જોયા વિના સીઝરીયનની અપાતી સલાહ

પોરબંદરઃ એલોપેથીક ડોકટર સાવર તથા આયુર્વેદ દવા સારવારનો સમન્વય દર્શાવેલ. પરંતુ એલોપેપેથીક ડોકટરી સારવાર સગર્ભા ભાવી મહિલા બાળકનો જન્મ કુદરતી રીતે થાય તેવા ઉપચાર થતા સરકારી  હોસ્પીટલમાં કુદરતી બાળકનો જન્મ થાય તેવા ઉપચાર થતા સરકારી હોસ્પીટલમાં કુદરતી બાળકનો જન્મ થાય તેવા જ પ્રયત્નો થતા ફરજ પરથી નર્સો આયા પણ સહહ્યતા સાથે સહાયરૂપ બનતી ત્યારે ભાગ્યે જ ઓપરેશન વર્તમાન સીઝેરીયન કરવામાં આવતુ તે સમયે જન્મ આપનાર બાળકથી માતા-પરીવારના સભ્યોને સારવાર સાથે ઓપરેશન કરનાર સીઝેરીયન સર્જન જે સમજ આપતા ભવિષ્ય જન્મ આપનાર બાળકની માતા પુનઃ ગર્ભધારણ કરે તે ત્યારે સાવચેતી તંદુરસ્તી કેવી રીતે જાળવવી તેની સમજણ પુરેપુરી અપાતી પરંતુ જેમને દરરોજે દરોજનું પેટીયુ રડી ગુજરાન ચલાવવાનું છે. આજે સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ઓળખ જે ઉભી થઇ તે આજથી ત્રણ દાયકા પહેલા સ્પેશ્યાલીસ્ટ ડોકટર શું છે તેનજી સમજણ ન હતી.

ખાનગી હોસ્પીટલ કે નર્સીગ હોમ શું છે તેની પણ જાણકારી પુરતી ન હતી. સરકારી હોસ્પીટલ સર્જનની ઓળખ મોટા ડકોટર તરીકે હતી અને આજ પણ આ ઓળખ ભુલાણી નથી. જુની પેઢીના વડીલો મોટા ડોકટર તરીકે સર્જનને ઓળખે છે. ગામઠી ભાષાના વડીલો શબ્દો કેટલીક વાર સ્પર્શ કરી જાય છે. ઓપરેશન સમયે દર્દીને બે શુધ્ધ યાને બેભાન કરવામાં આવતો અને ત્યારે કલોરોફોર્મ યાને શીશી સુંઘાડવામાં આવતી. આજની જેમ જરૂરત મુજબ અંગ ખોટુ થતુ નહી. પરંતુ દર્દી સભાન અવસ્થામાં સંપુર્ણ શરીરનો ઓપરેશનનો ભાગ નિર્જીવ થઇ જાય તે રીતે કલોરોફોર્મ સુંઘાડવામાં આવતંુ.

ઓપરેશન બાદ દર્દીને કલોરોફોર્મ મુકત બે થી ત્રણ કલાક કયારેક ર૪ કલાક કે ૩૬ કલાક લાગી જેથી ઓપરેશન કરનાર સર્જન-નર્સીગ સ્ટાફ પુરતી તકેદારી સાથે ચિંતીત રહેવું પડતુ વર્તમાન અમુક પ્રકારે લીકવીડ ઇન્જેકશન અપાય છે તે પણ સ્પેશ્યાલીસ્ટ દ્વારા અપાય છે તે પણ ડોકટરને એનેસથેસીયા સ્પેશ્યાલીસ્ટની ઓળખ છે. આ લીકવીડ ઇન્જેકશન અપાયા બાદ અુમક મીનીટો તે ભાગ નીર્જીવ થઇ જાય છે. ત્યાર બાદ ઓપરેશન કરાય છે. સર્જન ડોકટરને અને તેની ટીમ સતત દર્દી સાથે વાતચીત કરતી રહે છે. જેથી દર્દીને ખબર પડે નહી બે થી ત્રણ કલાકમાં નિર્જીવ થઇ ગયેલ શરીરનો ભાગ જીવંત થતા હલચલન કરવા લાગે છે. દુઃખાવાની અસર જણાય તો તુરત ઇન્જેકશન ગોોળી આપી દેવાય.

વર્તમાન સમય નવતર બાળકને જન્મ આપનાર માતા શરીર સૌંદર્ય સાચવવાની ચિંતા સેવે છે. પરંતુ પોતાના બાળકની ઉચ્છેર તંદુરસ્તી માટે કુદરતી માતાનું દુધ પૈથપાન કરાવું આવશ્યક જરુરી છે. આજના વિકસતા યુગમાં જ્ઞિાનના નામે જન્મદાયત્રી માતાને પોતાના બાળકની અને પોતાની તંદુરસ્તી ચિંતા સતાવતી નથી. પરંતુ શરીર સૌંદર્યની સુડોળતા બવગડવી જોઇએ નહી. જેથી કુત્રિમ રીતે બાળકનો ઉછેર પાવડરના દુધથી પીવડાવી શકાય છે. ભાગ્યે જ બકરી કે ગાય માતાનું નેચરલ દુધ પીવડાવી કરાતો હશે. જેના ઘરમાં જુની પેઢીના વડીલ વર્ગના માતા-દાદીમા-નાનીમા-કાકી-કાકીમા હશે સંયુકત કુટુંબમાં સાથે રહેતા હશે. નવજાત બાળકના ઉછેરમાં આ દુધ પીવડાવવામાં આવતુ હશે.

માતા પોતાના બાળકને ૧૮ અઢાર માસ સુધી કુરદતી માતાના દુધનું પૈયપાન કરાવી શકે. વડીલ વર્ગના અનુભવી સ્ત્રી વર્ગના વડીલ દેશી ગણીતના હિસાબે બાળક છ થી આઠ માસમાં માતાના દુધનુંએક હાંડા જેટલુ પૈપપાન કરી જાય એટલે સ્વયંભુ પોતાની બાલક્રિડાની શરૂઆત બેસવા યાને ખડુ થવા રાખવા ઉભા થવા બોલવાની કોશીષ શરૂ કરે છે. અમુક સમય બાદ માતાના દુધના પીવડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. કુદરતી ગાય ભેંસ બકરીના દુધનું સેવન કરાવવાની શરૂઆત કરવામાં આવે. દુધનું પાચન થઇ જાય. અન્ય ગેસ જેવા વધરાવળની આંચકી જેવા બાળ દર્દના પ્રતિકાર માટે લાવડીંગનો ઉપયોગ કરાય છે. કેટલાક કિસ્સામાંૅ જવનું પાણી અને

ગ્લુકોઝ ભેળવી પીવડાવવામાં આવે છે, જે સારી તંદુરસ્તી બક્ષે છે શરીરમાં રહેલ અજાણ વાયરસને બહાર લાવે છે. અજમાને પણ દુધમાં ભેળવી પીડાવવામાં આવે છે. ગુમળા જેવા રોગ સામે રક્ષણ આપે છે. નાના બાળકના ઉછેર સુકાગરાનું પાણી - ગ્રાઈપ વોટર અમુક બાળ સમય સુધી બાળા સોગઠ્ઠીનો ધસારો, શ્રવાણી, વાયુભા, પીપળીમૂળના ગંઠોળા, ખાંડીને દૂધ સાથે પીવડાવવામાં આવે છે.

વડિલ વર્ગ બાળક પાંચ માસનું થાય તેવો બેસાડવાનો પ્રયત્ન શરૂ કરે અમુક ટાઈમ સુધી બેસાડે તેની કમ્મર મજબુત બને. એક કહેવત પૌરાણીક છે. પાંચમાં વરસે બાળકને બેસાડવાની શરૂઆત થાય તો પાંચમાં પૂછાય. એટલુ જ અન્ન, ખોરાક, દૂધ આપવાની શરૂઆત... તેમા પણ ખીર, દૂધ, ભાત, સંપૂર્ણ કાંજી જેવા ગળેલા આપવાની શરૂઆત કરે આ શુભ દિવસે શુભ ચોઘડીયે શુદ્ધવારે શરૂઆત કરે. બાળકની પાસે બે નાના વાટકામાં એકમાં લક્ષ્મી, પૈસા, મુદ્રા હોય બીજા વાટકામાં ખીર ભરેલ મુકાય જે જેમા હસતા હસતા બાળક વાટકા પર પ્રથમ હાથ મુકે તેના પર આગળનુ યુવા અવસ્થાનુ ભવિષ્ય નક્કી કરે. આ દિવસને બાળકને અણબોટીયા કરાવ્યાનો દિવસ ગણાય. માન્યતા સાચી ઠરે છે. આખા કુટુંબનુ ભવિષ્ય નક્કી થાય. સાથોસાથ બાળકના કિશોર - તરૂણ અવસ્થા પછી મુગ્ધા, યુવા અવસ્થા, પ્રૌઢા અવસ્થા, વૃદ્ધા અવસ્થાનું પણ ભાવિ નક્કી કરાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં મોટેભાગે પ્રખર જ્યોતિષી વિદ્વાન આચાર્યપદ ધરાવનાર કપાળ ગોર, કર્મકાંઠી બ્રાહ્મણ નવગ્રહ સત્તાવીશ નક્ષત્રનો ઉલ્લેખ કરે છે. સાથે સાથે સપ્તર્ષીઋષિનો ઉલ્લેખ કરે છે. અભિજીત નક્ષત્રમાં જન્મનાર બાળક પરાક્રમી તેજસ્વી જીતી ન શકાય તેવો ગુણ હોય છે.

મર્યાદા પુરૂષોતમ શ્રીરામ અને પૂર્ણ પુરૂષોતમ શ્રી કૃષ્ણની જન્મ કુંડળી કયારેક મળી આવે છે. જન્મ સમયે જન્મ દિવસે તેનુ વાંચન હવેલીમાં, રામ મંદિરમાં થાય છે. જન્મ વરસમાં લેખ સાથે પ્રગટ થયા છે. તેની સમિક્ષા થાય. જ્યોતિષ વિજ્ઞાન સાથે ખગોળ વિજ્ઞાન પણ જોડાયેલ છે. કેટલીક પ્રાચીન જન્મ કુંડળી હસ્તગત થયેલ અને મ્યુઝીયમમાં સચવાયેલ અથવા ઘરના વડિલ વર્ગ દ્વારા સચવાયેલ છે. જો કે મૃત વ્યકિતની જન્મ કુંડળી, જન્માક્ષર મૂળ વ્યકિતની વિદાય પછી ઘરમાં સચવાતી નથી. તેમને વહેતા જલમાં પધરાવી દેવામાં આવે છે. પ્રાચીન માન્યતા અપશુકન ગણે છે.

વર્તમાન સમયમાં જન્માક્ષર-જન્મપત્રિકાનું મહત્વ વધવા લાગેલ છે. હાલ પુત્ર-પુત્રીના વેવિશાળ પ્રસંગે જન્માક્ષર-જન્મ કુંડળી બતાવવાના રિવાજ પડી ગયેલ છે. પાંચ દશકા પહેલા વરપક્ષ કે કન્યાપક્ષના વડિલો અરસપરસ જન્મકુંડળી હોવા છતા બતાવતા નહી. રાશીનામ પરથી મેળ અને રોકડા ગણવામાં આવતા તે પરથી નામ અક્ષર પરથી જાતિ વર્ણ-વર્ગ નક્કી થતા વર્ણ વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ નક્કી થતા નામ પર વર્ગ નક્કી કરતા આજ પણ આ પંચાગ જોવા મળે છે.

મૂળ હકીકત બાળકના જન્મક્ષર - જન્મકુંડળી ઉપર ચાર રીતે નક્કી કરાય છે. જ્યોતિષ શાસ્ત્રનો એકમત છે કે માતા સગર્ભા બનેલ છે તેવુ બહાર આવે ત્યારે સમય જાણી સગર્ભા અવસ્થા કુંડળી બનાવવામાં આપે છે. હાલ તે બહુપ્રચલીત અથવા પ્રચલિત રહેલ છે વર્તમાન સ્થિતિએ ત્રણ બાબત જોવાય છે. સગર્ભા માતા જન્મ જાણ કરે પ્રક્રિયા થાય તે સમય લેવાય તે પણ પ્રચલીત નથી. મસ્તીકા દર્શન, માતાના ગર્ભમાં બાળક બહાર આવતા મસ્તક કે શરીરનો ભાગ દેખાય તે સમયે લેવાય છે ત્યારે ઘરઆંગણે કુદરતી સારવાર કરાવતી દાયણમા - સુયાણીમાંને કહી રાખેલ હોય તો તે તુરત જ ઘરના જાણે તે પરથી સ્ટાન્ડર્ડ સમય લઈ સ્થાનિક સમય નક્કી કરી જન્મ કુંડળી જન્માક્ષર બનાવાય છે. ચોથો સમય માતા ગર્ભમાં સંપૂર્ણ રીતે બાળક બહાર આવી ધરતી પર સરકી પડે અને રૂદન અવાજ કરે તે સમયની, ત્યારે સંપૂર્ણ બાળક ઓળખ મળી રહે છે. તે જન્મકુંડળી - જન્માક્ષર તે મધ્યમ ગણાય છે. મસ્તક દર્શન કુંડળી ઉત્તમ ગણાય છે. તે પરથી રાશીવાર નક્ષત્ર, ફળાદેશ, વિશોત્તરી, અષ્ટાત્તરી દશા, રાશીદશા, ગ્રહદશા સ્પષ્ટ કરાય તેનુ ગણિત મંડાય. જન્મ સમય ગૃહના અંશ ચાલ જન્માક્ષરમાં દર્શાવે છે.(સંકલનઃ હેમેન્દ્રકુમાર પારેખ-પોરબંદર)

(1:08 pm IST)