Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જુનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યામાં વધુ પ ઝડપાયા

લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશની હત્યાનું કાવતરૃં ઘડનાર બે મહિલા સહિત પ ને જીલ્લા પોલીસે દબોચી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧પઃ જુનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યામાં વધુ પ ને જીલ્લા પોલીસે ઝડપી લીધા છે. હત્યાનું કાવતરૃં ઘડનાર ર મહિલા સહિત પ ને ઝડપી લઇને પુછપરછ હાથ ધરી છે.

પોલીસે ગીતા કાળાભાઇ દુદાભાઇ સાઉ અનુજાતી ઉ.વ. પ૦ રહે. આંબેડકરનગર, જુનાગઢ. હેતલ ઉર્ફે હેતી અશોકભાઇ કાળાભાઇ સાઉ અનુ. જાતિ ઉ.વ. ૩ર રહે. આંબેડકરનગર, જુનાગઢ અશોક કાળાભાઇ સાઉ અનુજાતી ઉ.વ. ૩૪ રહે. આંબેડકરનગર, પાણીના ટાંકા પાસે, જુનાગઢ રાકેશ કાળાભાઇ સાઉ અનુજાતિ ઉ.વ. ર૮ રહે. આંબેડકરનગર, પાણીના ટાંકા પાસે, જુનાગઢ અશોક કાંતીભાઇ પરમાર અનુજાતિ ઉ.વ. ૩૮ રહે. આંબેડકરનગર, ચામુંડા માતાજીના મંદિર પાસે ની ધરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સખત સુચનાથી ડો. કે. કે. ઠાકુરના પો. અધિ. એસ. સી. એસ.ટી. સેલ, જુનાગઢ તથા પી. જ ી. જાડેજાના પો. અધિ. જુનાગઢ વિભાગ, જે. ડી. પુરોહીત ના પો. અધિ. માંગરોળ વિભાગ તથા ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇચા. પો. ઇન્સ. શ્રી એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. આર. કે. ગોહિલ, ડી. જી. બડવા, એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ. જે. એમ. વાળા તથા પો.સ.ઇ. પી. જે. બોદર તથા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના એ.એસ.આઇ. વિ. એન. બડવા તથા પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, શબીબખાન બેલીમ તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, ભરતનભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, સાહિલભાઇ સમા, ભરતભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિવ્યેશભાઇ ડાભી, મહિલા પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા, વિણાબેન નાગાણી તથા ડ્રા. પો. કોન્સ. જગદિશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર તથા એસ.ઓ.જી. શાખાના સામતભાઇ બારીયા, રવિભાઇ ખેર, ધર્મેશભાઇ વાઢેળ વિગેરે પો. સ્ટાફ એ કરી હતી.

(1:07 pm IST)