Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પડધરી તાલુકા ભાજપ પ્રમુખપદે પ્રવિણભાઇ હેરમાઃ મહામંત્રીઓની નિમણુંક

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૧પઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, જીલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા શ્રીમતી રક્ષાબેન બોળીયા સાથે પરામર્શ કરી રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી અને મનીષભાઇ ચાંગેલા એ પડધરી તાલુકા ભાજપના પ્રમુખ પદે પ્રવીણભાઇ હેરમા (મો. નં. ૯૯૯૮૯ ૩૦૦૦૯) મહામંત્રી પદે છગનભાઇ વાંસજાળીયા (મો.નં. ૯૮રપપ ૦૪૮૮૧), મુકેશભાઇ તળપદા (મો.નં. ૭પ૭પ૮ ૮૬૬૪૪) નિમણુંક કરવામાં આવેલ છે.

નવનિયુકત પ્રમુખ અને મહામંત્રીની નિમણુંકને બાવનજીભાઇ મેતલીયા (પૂર્વ ધારાસભ્ય જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરશીભાઇ તાલપરા, તાલુકા પ્રભારી પ્રાગજીભાઇ કાકડીયા, હકુભા જાડેજા, મનોજભાઇ પેઢડીયા, ડો. વિજયભાઇ પરમાર, પરસોતમભાઇ સાવલીયા, હરદેવસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, વસંતભાઇ કણઝારીયા, કવલજીતભાઇ ડોડીયા તેમજ આગેવાનો, કાર્યકરો, હોદેદારોએ, આવકાર સાથ અભિનંદન પાઠવેલ છે.

(12:14 pm IST)