Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભાવનગરમાં વેકસીનના ૨ ડોઝ લેનાર ૭૦ વર્ષના વૃધ્ધના શરીર ઉપર મોબાઇલ, સિક્કા, ચમચી ચોંટવા લાગ્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૫ : ભાવનગરમાં વેકસીનના બે ડોઝ લેનાર વૃધ્ધના શરીર ઉપર પણ મોબાઇલ, સિક્કા, ચમચી સહિતની વસ્તુઓ ચોંટી રહી છે.

ભાવનગર શહેરના કાળીયાબીડ અક્ષરધામ સોસાયટીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નકુમ (ઉ.૭૦) નામના વૃધ્ધે પોતાના શરીર ઉપર આવું થાય છે કે નહિ તે જોતા તેઓના શરીર ઉપર પણ ચમચી, મોબાઇલી, સિક્કા વિગેરે ચોંટી જતા તે અને તેમનો પરિવાર અંચબામાં પડી ગયો હતો અને આ અંગેની તેના મિત્રો, પરિવારજનોને જાણ થતાં લોકો આ જોવા દોડી આવ્યા હતા.

ભૂપેન્દ્રસિંહ નકુમે જણાવ્યું હતું કે, તેઓએ વેકસીનના બંને ડોઝ લઇ લીધા છે. ભાવનગર જિલ્લામાં આ કિસ્સાએ ચકચાર જગાવી છે અને હવે લોકો પોતે પણ આવું થાય છે કે કેમ ? તે જોવા લાગ્યા છે.

(12:09 pm IST)