Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

લીંબડી - ધંધુકા રોડ ઉપર બાઇક - કાર વચ્ચે અકસ્માતમાં માતા - પુત્રના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૫ : સુરેન્દ્રનગરના અકસ્માત ઝોન તરીકે પ્રચલિત એવા લીંબડી-ધંધુકા રોડ ઉપર ગોપાલ નગર નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતની ઘટનામાં માતા-પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતુ. જયારે આ અકસ્માતના બનાવમાં બે વ્યકિતને ગંભીર ઇજા થતાં એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લીંબડી-ધંધુકા રોડ ઉપર ગોપાલ નગર નજીક બાઇક અને કાર વચ્ચે ભેંસ આવતા અકસ્માતમાં માતા-પુત્રનું મોત નિપજયું હતુ. જયારે આ અકસ્માતના બનાવમાં બે વ્યકિતને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(12:06 pm IST)