Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કેશોદના રાણીંગપરામાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં તાલપત્રીનું વિતરણ

(રાણીંગપરાના ઝુંપડપટ્ટી વિસ્તારમાં તાલપત્રીનું વિતરણ કરી રહેલ કેશોદ સર્વ સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા તથા ડી.એ.એસ. ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડાયાભાઈ દેસાઈ દ્રષ્ટિ ગોચર થાય છે

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૪: દેસાઈ અમૃતબેન સવજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાણીંગપરા ગામે ઝુંપડપટ્ટીમાં ચાલીસથી વધુ પરિવારોને તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

દેસાઈ અમૃતબેન સવજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવી રહીછે જેમાં જરૂરીયાત મંદ લોકોને મેડીકલ સાધન સહાય આપવામાં આવેછે. આ ઉપરાંત રકતદાન કેમ્પોનું આયોજન વિના મૂલ્યે દેશી વૃક્ષોનું વિતરણ અનેક ગરીબ દિકરીઓને કરીયાવર આપવામાં આવેલછે જરૂયાતમંદ લોકોને અનાજ વિતરણ સહીત અનેક સેવાકીય પ્રવૃત્ત્િ। ઉપરાંત મુકિતરથની સેવા વર્ષોથી કાર્યરતછે. આમ આ ટ્રસ્ટ દ્વારા અનેક વિવિધ સેવાકિય પ્રવૃત્ત્િ।ઓ કરવામા આવી રહીછે. તાજેતરમાં શહેરના સેવાભાવી ટ્રસ્ટોના હોદ્દેદારો આગેવાનો ડોકટરો સામાજીક કાર્યકરો તથા પર્યાવરણ પ્રેમીઓની ઉપસ્થિતિમાં રાણીંગપરા ગામે ઉપસ્થિત આગેવાનોના હસ્તે રાણીંગપરા ગામે ઝુંપડપટ્ટીમાં રહેતા ચાલીસથી વધુ પરિવારોને તાલપત્રીનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

દેસાઇ અમૃતબેન સવજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ડાયાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાણીંગપરા ગામે ઝુંપડપટ્ટીમાં રહેતા ચાલીસથી વધુ પરિવારોને તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુંછે અને એ તમામ પરિવારો એક એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરે તો દર વર્ષે વિવિધ સહાય કરવામાં આવશે જે બાબતે ઝુંપડપટ્ટી વાસીઓએ વૃક્ષનું વાવેતર કરી તેનો ત્રણ વર્ષ ઉછેર જતન કરવાની ખાત્રી આપી હતી. અને ડાયાભાઈ દેસાઈએ પણ ત્રણ વર્ષ સુધી ઝુંપડપટ્ટીવાસીઓને સહાય કરવાની ખાત્રી આપી હતી.

તાલપત્રીના વિતરણ સમયે દેસાઈ અમૃતબેન સવજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ડાયાભાઈ દેસાઈ કેશોદ સર્વ સમાજ પ્રમુખ હરદેવસિંહ રાયજાદા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના મહાવીરસિંહ જાડેજા, ડો. સ્નેહલભાઈ તન્ના, ડો. પ્રેમાંગભાઈ ધનેશા, બળદેવસિંહ ગોહિલ, દિનેશભાઈ કાનાબાર, જયદીપ સોની, એલ.ડી. પટેલ, નીતીન બુટાણી, આર. પી. સોલંકી, જીતેન્દ્ર ધોળકિયા, સંદિપ ફડદુ,ભૌતિક દેસાઈ, રાણીંગપરા સરપંચ રમેશભાઈ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાણીંગપરાના ભનુભાઈ ગોહેલ તથા માધાભાઈએ જહેમત ઉઠાવેલ હતી.

(12:00 pm IST)