Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વાંકાનેરના તીથવા પાસે બે બાઇક સામસામા અથડાતા ગોપાલભાઇનું મોત

યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો : કામ સબબ બોડ ગામે જતી વખતે અકસ્માત : બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ

રાજકોટ,તા. ૧૫ : વાંકાનેરના તીથવા ગામ પાસે બે બાઇક સામ સામે ભટકાતા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના તીથવાગામમાં રહેતા ગોપાલભાઇ ખીમજીભાઇ દેત્રોજા (ઉવ.૩૧) પોતાનું બાઇક લઇને કામ સબબ બોડ ગામે જતા હતા. ત્યારે તીથવા ગામ નજીક પુલ પાસે સામેથી આવતા અજાણ્યા બાઇકના ચાલકે પુરઝડપે આવી અથડાવતા ગોપાલભાઇ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ગોપાલભાઇને રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક ગોપાલભાઇ મજૂરી કામ કરતા હતા. બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. કે.કે.ઝાલા તથા રાઇટર પ્રદિપભાઇ કોટડે પ્રાથમીક કાગળો કરી વાંકાનેર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(12:00 pm IST)