Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પડધરી તાલુકા ભાજપ પ્રમુખપદે પ્રવિણભાઇ હેરભા અને ઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદે કિરીટભાઇ પાદરીયા

રાજકોટ તા. ૧૫ : જિલ્લા ભાજપ દ્વારા આગેવાનો સાથે પરામર્શ બાદ પડધરી  અને ઉપલેટાના હોદેદારોની વરણી કરવામાં આવતા પડધરી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પ્રવિણભાઇ હેરમા અને મહામંત્રીઓ તરીકે મુકેશભાઇ તળપદા, છગનભાઇ વાંસજાળીયા તેમજ ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીક કિરીટભાઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે કિરીટભાઇ પાદરીયા તેમજ ઉપલેટા તાલુકા ભાજપ મહામંત્રી તરીકે રમેશભાઇ માખેચાની નિમણુંક કરવામાં આવી છે.

આ વરણીને પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદો મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍યો શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયા તેમજ જિલ્લાના હોદેદારોએ આવકારી શુભેચ્‍છા પાઠવી છે.

(11:46 am IST)