Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીને શુભેચ્‍છા

 સાવરકુંડલા : ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ માયનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીને મુસ્‍લિમ ધારાસભ્‍યો અને પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ વજીરખાંન પઠાણે શુભેચ્‍છા પાઠવી હતી. વાંકાનેરના ધારાસભ્‍ય જાવેદપીરજાદા અમદાવાદના ધારાસભ્‍ય ગ્‍યાસુદિનભાઈ શેખ ધારાસભ્‍ય ઇમરાનભાઈ ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને ઉધોગપતિ વજીરખાંન પઠાણે કરેલ શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે દેશ લેવલે માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટનું સંગઠન માળખું અસર કારક ખૂબ જ મજબૂત ચેતનવંતુ બનાવવા તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં દેશ અને રાજય લેવલે સારામાં સારો દેખાવ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા થાય. તેમજ અને દેશᅠ રાજયથી માડી દેશ લેવલ સુધી માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મતોનું વિભાજન ન થાય તે માટે માસ્‍ટર પ્‍લાન્‍ટ બનાવવા માં વિચારણા કરવામાં આવી હતી.

 

(11:55 am IST)