Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કચ્છના એસટી તંત્રમાં રામરાજ્ય: પાગલ શખ્સ ભચાઉ કટારીયા રૂટની બસ હંકારી ગયો અને યુવતીને હડફેટે લીધી

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) કચ્છના એસટી તંત્રમાં રામ રાજ્ય ચાલી રહ્યું છે. ભચાઉમાં તો હદ્દ એ થઈ કે પાગલ શખ્સ જ એસટી બસ હંકારી ગયો. એટલું જ નહીં પણ એક્ટિવા ને હડફેટે લઈ આગળ વધી ગયો. જોકે, ત્યારબાદ ભાગદોડ કરી કર્મચારીઓએ બસ અને ચાલકને માંડ માંડ પકડી તો લીધો. ભચાઉ એસટી વર્કશોપ માં કટારીયા જવા માટેના રૂટની ઊભેલી એસટી બસ ઉપાડીને અજાણ્યો યુવાન હંકારી ગયો હતો. ભચાઉ સામખિયાળી હાઈવે ઉપર આગળ વધતી આ એસટી બસે એક એક્ટિવા ને હડફેટે લેતાં એક્ટિવા ચાલક યુવતી ઘવાઈ હતી. દરમ્યાન રૂટની એસટી બસ ઉપડી જતાં કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. જોલા અંતે પીછો કરીને એ એસટી બસને પકડી લેવામાં સફળતા મળી હતી. પરંતુ બસને હંકારી જનાર ચાલક શખ્સ માનસિક અસ્વસ્થ હોઈ તેને માંડ માંડ ટિંગાટોળી કરીને નીચે ઉતારાયો હતો.

(9:49 am IST)