Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાલથી સિંહ દર્શન બંધ :સાસણગીરના જંગલમાં ચાર માસનું વેકેશન શરૂ

સાસણગીરના જંગલમાં આવતીકાલથી ચાર માસનું વેકેશન શરૂ થશે. સિંહો સહિતના મોટાભાગના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ શરૂ થયો છે. જંગલમાં જીપ્સીની સફારી 16 જૂનથી લઇ 15 ઓક્ટોબર સુધી બંધ થશે. સંવનન કાળ દરમિયાન ખલેલ ન પહોંચે અને જંગલના રસ્તાઓ પર નદી-નાળાઓમાં પાણી આવી જવાથી વાહન વ્યવહાર બંધ જાય છે. જેના કારણે વનવિભાગે દર વર્ષની માફક આ વર્ષે પણ ચાર મહિના જીપ્સીની સફારી પ્રવાસીઓ માટે બંધ કરી છે.

 જો કે પ્રવાસીઓને સિંહ જોવા માટે સાસણમાં આવેલા દેવળીયા સફારી પાર્ક અને ધારીમાં આવેલા આંબરડી સફારી પાર્ક ચોમાસા દરમિયાન ખુલ્લુ રાખવામાં આવે છે.

(11:33 pm IST)