Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જૂનાગઢમાંથી આંતરરાજય એટીએમ ફ્રોડ કરી પૈસા પચાવી પાડતી ગેંગના ૪ શખ્સો ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એસઓજી ટીમની જૂનાગઢમાંથી એટીએમ ફ્રોડ કરી પૈસા પચાવી પાડતી ગેંગના ૪ શખ્સોને ઝડપી પાડીને તેની પાસેથી રોકડ રકમ, કાર, મોબાઈલ સહિતનો જથ્થો જપ્ત કર્યો છે. આ શખ્સોએ જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરત, જામનગર, દાહોદ સહિત જુદા - જુદા જિલ્લાઓમાં લોકોને નિશાન બનાવીને પીન નંબર મેળવીને પૈસા પડાવી લીધા હોવાનું ખુલ્યુ છે. આ પ્રકરણમાં રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી, પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચનાથી એસઓજી ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર જે.એન.વાડા, એમ.જે. કોડીયાતર સહિતનાની આગેવાનીમાં સ્ટાફે કામગીરી કરી હતી.

(5:20 pm IST)