Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાલે 'વાયુ' વળાંક લેશે : કચ્છમાં ભારે વરસાદ પડશે

હાલમાં તો વાવાઝોડુ સ્થિર, પશ્ચિમ દિશામાં ગતિ કરશે : સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશેઃ અન્યત્ર સ્થળોએ હળવા - ભારે ઝાપટા પડશેઃ હવામાન ખાતુ

અમદાવાદ : ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર ગયેલું વાવાઝોડું 'વાયુ' હજુ પણ ટળ્યું નથી. ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠાના વિસ્તારમાં વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે વાયુ નબળું પડવાના કારણે હવે આગામી ૧૭મી જૂને સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 'વાયુ' વાવાઝોડાના કારણે આગામી ૧૭મી જૂન સુધી કચ્છમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે વાવાઝોડુ કચ્છ તરફ ગતિ કરશે. નબળુ પડી ડિપ્રેશનમાં ફેરવાશે. જેની અસરથી આગામી સપ્તાહના પ્રારંભના બે-ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું પોરબંદરથી ૨૬૦ કિમી દૂર દક્ષિણ પશ્ચિમે છે, હવે આ વાવાઝોડુ ધીરે ધીરે નબળું પડશે અને ૧૭મી સાંજે સુધી તેના કારણે કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ૧૮જ્રાક જૂને આ ડિપ ડિપ્રેશન ગુજરાતના ઉપર ભાગેથી પસાર થશે તેથી ઉત્ત્।ર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠ, પાટણ જિલ્ંલામાં ભારે વરસાદ થાય તેવી શકયતા છે. દેશના હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ ડિપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે.

અગાઉ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે અને તારીખ ૧૭ કે ૧૮ જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયકલોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.(૩૭.૧૯)

(4:03 pm IST)