Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વાવાઝોડાનો ભયઃ ખંભાળીયા ગાડામાં ખેડૂતે પત્નિને ટાંકામાં બેસાડીને દોરડા બાંધ્યા

ખંભાળીયા : તસ્વીરમાં બળદગાડામાં પત્નિને દોરડાથી બાંધેલ નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી -ખંભાળીયા)

ખંભાળીયા તા. ૧પ :.. વાવાઝોડુ દ્વારકા જિલ્લામાં તો ખાસ ના આવ્યું પણ પવનની ૬૦ થી ૮૦ કી. મી. ગતિ જ થઇ પણ ચેનલોમાં ભયંકરતાના ન્યુઝ જોઇ ને લોકો કેવા ભયભીત થઇ ગયેલા તેનો એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો.

એક ખેડૂત બળદ ગાડુ લઇને પાણી ની ટાંકી લઇ ખેતરે સલાયા રોડ પર જતો હતો પણ વાવાઝોડાના ભયથી ડરીને તેણે તેની પત્ની ને આ ટાંકીમાં અંદર બેસાડીને ફરતે દોરડા બાંધ્યા....!!

ત્યાંથી પસાર થતાં એક ભાજપ અગ્રણી એ આ ફોટો લીધો હતો જે ખુબજ વાયરલ થયો હતો.

દ્વારકા રોડ પર હંજડાપર ગામ પાસે વાવાઝોડાના સમયે આ વંટોળીયો સક્રિય થઇ ને મોટા વિસ્તારમાં ધુળની ડમરી ઉડાડતો નીકળતા રસ્તામાં આવતા નાના ઝાડ તથા દુકાનો ના પતરા, નળીયા, ખપેડાને ઉપાડી લેતા લોકો જોવા ઉભા  રહી ગયા હતાં.

(3:57 pm IST)