Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મોરબી દસ્તાવેજ અધિકાર મંચના બેનર હેઠળ કોઈ કામકાજ નહિં થાય : મંચનું કામ પૂર્ણ

મોરબી,તા. ૧૫: પુર હોનારત બાદ દસ્તાવેજનો પ્રશ્ન આટલા વર્ષોથી વિલંબિત હોય જે અંગે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા લડત ચલાવીને પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે અને પ્રશ્ન ઉકેલાઈ જતા હવે સમિતિ સમાપ્ત કરવામાં આવી છે જેથી આ બેનર હેઠળ કોઈપણ કામકાજ નહિ થાય તેવી જાહેરાત કરવામાં આવી છે.

દસ્તાવેજ અધિકાર મંચ મોરબીના કન્વીનર લાલજીભાઈ મહેતા જણાવે છે કે મોરબીમાં ૧૯૭૯ માં પુર હોનારત આવેલ જેમાં સરકારે જમીન આપેલ અને મકાન જે તે સંસ્થાએ બનાવી આપેલ આ દસ્તાવેજનો પ્રશ્ન આડત્રીસ વર્ષથી પડતર હતો દરેક સોસાયટીનું સંગઠન અને દસ્તાવેજ અધિકારી મંચના તમામ સભ્યોની મહેનતથી અને અધિકારી વર્ગની સહાનુભુતિથી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાઈ ગયેલ છે અને હવે દસ્તાવેજો પણ થવા લાગ્યા ચી નેવું ટકા કામ પૂર્ણ થઇ ગયું છે બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે બાકીની અરજીનો નિકાલ પંદર દિવસમાં થઇ જશે તેમજ તાજેતરમાં દસ્તાવેજ અધિકાર મંચના તમામ સભ્યોની હાજરીમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે દરેક કામ પૂર્ણ થયેલ છે જેથી સમિતિને વિખેરીને સમાપ્ત કરી નાખવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી હવે દસ્તાવેજ અધિકાર મંચનો કયાય ઉપયોગ કરવાનો રહેતો નથી જેથી હવે આ બેનર હેઠળ કોઈપણ કામકાજ થશે નહિ તેમ જણાવ્યું છે.

(1:06 pm IST)