Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો DPR પ્રોજેકટ મોરબી શહેર માટે મંજુર કરવા ધારાસભ્ય મેરજાની માંગણી

મોરબી તા ૧૫ : મોરબીના ધારાસભ્ય મેરજાએ સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો મોરબી નગરપાલીકા દ્વારા રજુકરેલ DPR મંજુર કરી નગરપાલીકાને  જરૂરી ગ્રાન્ટ તાકીદે મળે. તે માટે સ્વચ્છ ભારત મીશનના ગુજરાતના મીશન ડાયરેકટરને વિગતે રજુઆત કરીને માંગણી કરેલ છે.

મોરબી શહેરમાં કચરા નિકાલની પ્રક્રિયા યોગ્ય પ્રોસેસીગ મારફત વધુ ઘનિષ્ઠ બને, કચરાના એકત્રીકરણ અને પરિવહનની કામગીરી વેગવંતી બને, દૈનિક ઉત્પન્ન થતા કચરાનું યોગ્ય પ્રોસેસીંગ અને નિકાલની વ્યવસ્થા વધુ ઝડપી બને, સુકો કચરો જુદો પાડવાથી વ્યવસ્થા મુજબ મટીરીયલ રીકવરી ફેસેલીટી તેમજ પીટાવિન્ડો કમ્પોસ્ટિંથ થાય, ડંપીંગ સાઇટ ઉપરના વર્ષો જુના કચરાના નિકાલની યોગ્ય પ્રોસેસીંગ પ્રક્રિયા તાકીદે અમલમાં આવે તે માટે ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ ગુજરાત સરકારે મોરબી શહેરની સફાઇ અને સ્વચ્છતા હિતમાં મંજુર કરવી જરૂરી છે.

વધુમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, નગર પાલીકામાં કોઇપણ પક્ષનું શાસન હોઇ પરંતુ અંતે ઉદેશતો મોરબી શહેરી પ્રજાને વધુ સારી સુખ સગવડ અને સ્વચ્છતા સાંપડે તેવો હોય છે, તે દષ્ટિએ પણ મોરબી નગરપાલિકા દ્વારા ઘરે ઘરથી કચરાના એકત્રીકરણ, સ્થળ પર સેગ્રીગેશન, જાહેર વાણીજય અને રહેણાંક સ્થળો ઉપરની નિયમીત સફાઇ, કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ, વરસાદી પાણીની ગટરો અને જળ વ્યવસ્થાપનની સપાટીની સફાઇ માટેઆ પ્રોજેકટ તાકીદે મંજુર કરીનેમોરબી નગરપાલિકાને જરૂરી ગ્રાન્ટ ગુજરાત સરકારનુંશહેરી વિકાસ મંત્રાલય, ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સબોર્ડ દ્વારા ફાળવે તે મોરબીની જાહેર જનતાના હિતમાં વધુ આવકાર્ય લેખાશે, તો આ બાબતે પક્ષપક્ષીથી પર રહીને ગુજરાત સરકાર મોરબીને વધુ સાફ સુથરૂ અને ગંદકી મુકત કરવા ઉદારતા દાખવીને DPR અન્વયેની ગ્રાન્ટની ફાળવણી તાકીદેકરે તેવી માંગણી કરી છે.

(1:06 pm IST)