Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પોરબંદર જિલ્લામાં વાવાઝોડા સામે વહીવટી તંત્રની સતર્કતાથી થાળે પડતી પરિસ્થિતિ : જનજીવન પૂર્વવત

સ્વૈચ્છીક અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ સરાહનીય : સ્થળાતરિત લોકોને ભોજન પાણી અને મેડીકલ સહિત સુવિધા અપાઇ

પોરબંદર તા.૧૪, માધવપુર થી મીયાણી ૧૦૫ કિ.મી. જેટલો લાંબો સમુદ્રતટ જે વાયુ વાવાઝોડા થી સૌથી વધુ પ્રભાવીત થનાર હતો. દરિયાકાઠાના ગામડા ઉપરાંત બંદર એરીયા અને નીચાણવાળા વિસ્તારનાં ૪૦ હજાર જેટલા લોકોનું ૨૪ કલાકમાં સલામત સ્થળે સ્થળાંતર કરવું. સ્થળાંતર બાદ તેમને ભોજન, પાણી, અને આરોગ્યની સુવિધા આપવી આ કાઇ નાની સુની વાત નથી. પરંતુ કાળીયા ઠાકોરની કૃપા અને સંવેદનશીલ જિલ્લા વહિવટીતંત્રની તનતોડ મહેનત થકી જીરો કેજયુલીટી સાથે પરિસ્થિતિ થાળે પડી છે.

રાજય સરકારની સુચનાથી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશ રાદડીયા પ્રભારી સચિવશ્રી લલીત પાડલીયા વાવાઝોડાની પળે-પળની વિગતોથી વાકેફ થઇ તંત્રની સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવા સાથે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા હતા. જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયાને રાત્રે ૧-૩૦ કલાકે ફોન કરો તો પણઙ્ગ સેવા સદનમાં સતત ફરજ બજાવીઙ્ગ ફિલ્ડમાં રહેલા કર્મચારીઓને જરૂરી સુચના આપતા હોય, કે કંન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં હોય, જિલ્લા પોલીસ વડા ર્ડો પાર્થરાજસિંહ ગોહીલ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી પોલીસ ફોર્સને સતત માર્ગદર્શન આપતા તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહિયા ગ્રમ્ય વિસ્તારોમાં ફરી-ફરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હોય. આ ટીમ પોરબંદર છે. જેમણે ગામડે ફરજ બજાવતા તલાટી હોય કે શાળાના શિક્ષકને કામ માટે પ્રોત્સાહીત કરી છેવાડાના ગામે રહેતા લોકો પ્રત્યે કાર્યનિષ્ઠાથી ફરજ બજાવી હતી.

વહિવટીતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન લોકોના સ્થળાતરનો હતો. આપણે બે દિવસ બહારગામ જવુ હોય તો ૧૦ દિવસ પહેલા તૈયારી કરવી પડે આ તો બધુ મુકી ભલે પોતાનું નાનુ ઝુંપડુ કે કાચુ મકાન છે.. પણ કહેવાય છે ને કે, પૃથ્વીનો છેડો દ્યર છે તેને ખાલી કરતા બોવ વસમું લાગે, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, મામલતદારશ્રી વિવેક ટાંક, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફીસરશ્રી હુદડે, લોકોને સમજાવા મનાવ્યા અરે કયાક તો કર્મચારીઓએ આતા-બાપા કરવાનીઙ્ગ નોબત આવી અને ના સમજ હતી ત્યાં પોલીસ ફોર્સ બધાનું એક જ લક્ષ્ય હતું.જીરો કેજયુલીટીઙ્ગ જે સાર્થક થયુ અને આજે તેનો સૌને સંતોષ છે, આનંદ છે. જનજીવનઙ્ગ પુર્વવત થી રહ્યુ છે થાળે પડી રહ્યું છે.

તંત્રના સહયોગ સાથે લોકોની સૌથી મોટી ધરપત સથવારો મળ્યો આર્મી, એન.ડી.આર.એફ, અને એસ.ડી.આર.એફ. નો.લોકોનો આ ફોર્સ પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે. તેમણે આવતા વેત લોકોને સ્થળાંતરમાં સહયોગી થવા સાથે તેમના આરોગ્યની સંભાળ લીધી, રસ્તામાં ઝાડ પડ્યા તો તેને દુર કર્યા ટાવર પડ્યા તો તેને હટાવ્યા આ ફોર્સ કુદરતી કહેર સામે બાથ ભીડવા લોકોને ઉપયોગી થવા તાલીમબધ્ધ છે અનેઙ્ગ આધુનિક ટેકનોલોજીના સાધનોની સજ્જ છે..

આ બધા વચ્ચે કંન્ટ્રોલરૂમના ફોન સતત રણકતો રહ્યો. અમે ફુડ પેકેટ બનાવશુ. અમારી સેવાની કયાં જરૂરીયાત છે ? અધિક કલેટરશ્રી મહેશ જોષીના માર્ગદર્શન તળે રેવન્યુ વિભાગના ખીમ ભાઇ મારૂ, દુધાત્રા, સાલવી, દિગીશાબેન, નીલેશ મહેતા, રામ રામદે હોય કે જિલ્લા આપત્ત્િ। વ્યવસ્થાપન અધિકારી નિકુંજભાઇ સહિત તમામને સાંભળે યોગ્ય માર્ગદર્શન સાથે તેનો ઉકેલ આપે. હા સૌથી મોટી વાત આપણી પરંપરા સંસ્કૃતિ સેવા ની સુવાસ ઙ્કવાયુઙ્ખ વાવાઝોડા સામે જીંક જીલવા – સ્વૈચ્છીક-સામાજીક સંસ્થાઓનો અને જન સામાન્યનો સહયોગ સરાહનીય રહ્યો તેમ કલેકટરશ્રીએ પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું. (સંકલન : અર્જુન પરમાર સહાયક માહિતી નિયામક પોરબંદર) 

(1:05 pm IST)