Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ખંભાળીયા : વેપારીને બાળકીની છેડતી કરવાનું ભારે પડયું

ખંભાળીયા તા ૧૫  :  તાલુકા પંચાયત પાસે જોધપુર ગેઇટના રસ્તા પર ગઇકાલે ૧૧/૧૨ વર્ષની એક પછાત જ્ઞાતીની બાળા એક દુકાને ખરીદી કરવા તેણીની મા એ મોકલતા દુકાનદારે છેડતીનો પ્રયત્ન કરતા ડઘાઇ ગયેલી. આ બાળકીએ ઘેર આવીને તેના કુટુંબીજનોને વાત કરતા આખો મામલો પોલીસ સુધી પહોચ્યો હતો.

પોલીસ આવતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા, જોકે પો.ઇ. અરવિંદસિંહ જાડેજાએ આ છેડતી કરનારને જાહેરમાં સારી એવી સરભરા કરી હતી.

સમાજમાં બદનામીના ડરથી બાળાના કુટુંબીજનોએ ફરીયાદ કરી નહતી, છતાં પોલીસે તેનો રોલ ભજવીને બોધપાઠ આપતા પોલીસની કામગીરી ભારે પ્રશંસનીય બની છે તથા ઉચ્ચ અધિકારીઓને અભિનંદન પણ લોકોએ આપ્યા હતા.

(1:04 pm IST)