Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ચલાલા ખાતે દાનબાપુની જગ્યાએ

પૂ.વલકુબાપુ, પૂ.પ્રયાગરાજબાપુ અને જૈનસંત પૂ.પારસમુનિ મ.સા.નું મિલન

દાનબાપુએ સૌરાષ્ટ્રને આપાગીગા અને વિસામણબાપુ જેવા મહાન સંતો આપ્યાઃ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટ,તા.૧પઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. શ્રી સ્થા.જૈન સંઘ- ચલાલા પધારેલ.

ચલાલા દાનબાપુની જગ્યામાં પધારેલ જયાં પૂજય વલકુબાપુ અને પૂજય પ્રાયગરાજબાપુની સાથે આશરે એક કલાક સત્સંગ થયેલ. ત્યારે વલકુબાપુએ ગોંડલના જનુભાઈ ઝાટકીયાને યાદ કરેલ કે તે આ જગ્યાનું કામદાર પણુ સંભાળતા. તેમજ પૂ.વલકુબાપુએ જણાવેલ કે પૂ.સરલાબાઈ સતીજી અને હું સાથે ભણતા હતા.

તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા., પૂ.જનકમુનિ મ.સા., પૂ.ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ને પણ બાપુએ પૂ.પારસમુનિ મ.સા.સાથે જ્ઞાનચર્ચા કરતા સ્મરણમાં લાવેલ. આ અવસરે ધારી સંઘના પ્રમુખ ભરતભાઈ શેઠ આદિ આવેલ. બંને સંતોને સાથે દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવેલ.

આપાગીગા સતાધાર અને પાળિયાદ વિસામણબાપુ બંન્ને દાનબાપુના શિષ્યો હતા. ચલાલા શ્રી સંઘના ડોલરભાઈ સંઘરાજકા આદિ સતત પૂ.ગુરૂદેવ પારસમુનિ મ.સા.ની સેવામાં રહેલ દાનબાપુ તો માનવસેવાને જ સાચી પ્રભુ ભકિત માનતા હતા.

શ્રી યુગનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ- ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, ધારી રોડ પર પૂ.ગુરૂદેવ પારસમુનિ મ.સા.રોકાયેલ. સંસ્થાનાશિલ્પી શ્રી રતિદાદાની ભકિત અનન્ય રહેલ. નિઃશુલ્ક સેવા શ્રીરામ હોસ્પીટલ, શિવ બાલાશ્રમ (અનાથ આશ્રમ), શ્રીકૃષ્ણ ગૌશાળા, વૃધ્ધાશ્રમ, શ્રી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, ઈ-સ્કુલ ધોરણ ૧ થી ૧૨ વગેરે તથા કન્યા હોસ્ટેલ અને શાળા નિઃશુલ્ક ચલાવી રહ્યા છે. શ્રી રતિદાદાને ગુજરાત સરકાર દ્વારા સેવા અને તબીબી ક્ષેત્રે સન્માનિત કરાવામાં આવેલ છે. રાતીદાદાની સેવા અનુમોદનીય અને પ્રશંસનીય છે.

(11:43 am IST)