Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભાવનગરમાં વિજશોકથી ૩ આખલાના મોત

ભાવનગર તા.૧૫: દેસાઇનગર વિસ્તારમાં વીજપોલ મારફત જમીનમાં ઇલે.શોર્ટ ઉતરતા ત્યાંથી પસાર થતા ત્રણ આખલાના તરફડીને મોત નિપજયા હતા. એક સાથે ત્રણ આખલાના મોત નિપજતા જીવદયા પ્રેમઓમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જયારે ભાવનગર નજીક અઘેવાડી ગામે પણ ઇલેકટ્રીક શોર્ટ લાગતા એક આખલાનું મોત નિપજયુ હતુ.

ખાડો પડયો

બોરડી ગેઇટ નજીક ગીતા ચોક વિસ્તારમાં ભુવો પડયો હતો. અને પાર્ક કરેલી એક કાર તેમાં પડી હતી જયારે શહેરના દેવરાજનગર નંદકુવરબા મહિલા કોલેજ પાછળ નવા બનાવેલા રોડ પર પણ ભુવો પડયો હતો.

(11:42 am IST)