Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઉપલેટાના વાડલા રોડ ઉપર મકાન ધરાશાયી

ઉપલેટા : ઉપલેટાના વાડલા રોડ ઉપર વાવાઝોડાની અરસથી મોડી રાત્રે મકાન ધરાશયી થયેલ હતું. આ મકાનમાં રાત્રે લોકો સુઇ રહ્યા હતાં. સદનસીબે લોકોનો અદ્ભૂત બચાવ થયો હતો. કોઇપણ જાતની જાનહાની થયેલ નથી અને મકાન સંપૂર્ણ જમીનદસ્ત થયેલ હતું. લતાવાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમાં કિશોરભાઇ, કનુભાઇ, હરપાલસિંહ વિગેરે જોડાયા હતાં અને આ વિસતારના સદસ્ય જયેશભાઇ ત્રિવેદી દ્વારા સારી સેવા કરવામાં આવેલ હતી અને લોકો માટે બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ અને નગરપાલિકાના દ્વારા પડેલા મકાનનું પંચરોજકામ કરી કાયદેસર કાર્યવાહી કરી વળતર મળે તે માટે ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવેલ હતી. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર-ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:38 am IST)