Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભાણવડમાં વાવાઝોડાટાણે માનવતા

ભાણવડઃ જય ભુતવડ ગૃપના સભ્યોએ વાયુ વાવાઝીડાની આગાહીના પગલે શહેરના ગરીબ અને ઝુપડીપટ્ટી વિસ્તારના લોકો માટે વિવિધ ખાધસામગ્રીના પેકેટ તૈયાર કરી પહોંચાડયા અને આ સંકટની ધડીમાં સેવાની સુવાસ ફેલાવી હતી. પુરુષાર્થ શૈક્ષણિક સ઼કટના સંચાલક ભીમશીભાઇ કરમુર અને તેમના શિક્ષક સ્ટાફે નિરાશ્રિતો અને ગરીબ ઝુપડપટ્ટીમાં રહેનાર કેટલાક પરિવારોને તેમના શૈક્ષણિક સંકુલમાં આશ્રય આપી તેઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા કરી આ આપતીના સમયમાં માનવતાની મહેક ફેલાવી હતી. તાલુકાશાળા નં૧ માં આશ્રય લઇ રહેલા ૧૦૦ જેટલા ઝુપડપટ્ટીવાસીઓ માટે નગરપાલિકાના યુવા સદસ્ય ચેતનભાઇ રાઠોડ તરફથી નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો વાઇલ્ડ હાર્ટ નેચર કલબ તરફથી શહેરમાં મંુગાપશુઓની સારવાર તેમજ ગાયો અને શ્વાનો માટે લાડવા બનાવી ખવડાવવામાં આવી રહયા છે.સેવા પ્રવૃતિની તસવીરો.(તસવીર રવી પરમાર ભાણવડ)

(11:32 am IST)