Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સોમનાથના શોપિંગ સેન્ટરમાંથી નકલી નોટના કારોબારનો પર્દાફાશ :બે ઝડપાયા :21,60 લાખનો મુદામાલ જપ્ત

બે હજારની શંકાસ્પદ ચલણી નોટો સાથે ૧૦ ૨૨ ગીર સોમનાથ એસ ઓ જી પોલીસએ બે આરોપીને દબોચી લીધા

 

પ્રભાસપાટણ:ગીરસોમનાથ જિલ્લામા નકલી નોટો નો કારોબાર કરતા  આરોપીઓની સોમનાથ શોપિંગ સેન્ટરમા નકલી નોટ ખુસડવાની પ્રવૃત્તિ કરતા આરોપીની ધરપકડ કરી તપાસ ચાલુ કરતાં અન્ય એક આરોપી ની પણ ગીર સોમનાથ એસ. જી દ્વારા ધરપકડ કરી આગળની તપાસના ચક ગતિમાન કરેલ છે,

જાણવા મળતી વિગત અનુસાર આગામી જુન ના રોજ એસ જી પોલીસ સબ ઇન્સ્પેકટર વી. આર. સોનાર, તેમજ એસ. . જી શાખાના હેડ કોન્સ્ટેબલ કેતન ભાઇ નરવણસિંહ કાકુભા, તથા મુકેશ ટાંક, ઇબ્રાહીમ બનાવ, સુભાષ ચાવડા નરેન્દ્ર કછોટ, વિજયભાઇ બોરખતરીયા, ગોવિંદભાઇ વંશ, ભુરાભાઇ, અભયસિંહ, અસ્મીતાબેન ચાવડા તથા ભુપત મેધનાથી પ્રભાસ પાટણ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આરોપી પિયુષ પ્રદિપ કુબાવત નામનો રહે, હરમડીયા સોમનાથ શોપિંગ સેન્ટર મા આવેલ દુકાનો મા ભારતીય બનાવટ ની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ 58,કુલ રૂ 1,16,000 જે રૂપિયા લઈ ને આવેલ જેની બાતમી એસ. . જી ના પોલીસ કોન્સ,નરવણસિહ કાકુભા ને મળેલ અને આરોપી ની ધરપકડ કરેલ જ્યારે પોલીસ આરોપી પીયુષ ની વધુ પુછપરછ હાથ ધરતા અને મળી આવેલ નોટો એફ એસ એલ તથા બેંક અધિકારીઓ પાસે તપાસ કરાવતા પ્રાથમિક નોટો બનાવટી માલુમ પડેલ જેથી આરોપી પિયુષ પ્રદિપ કુબાવત ને લઈને હરમડીયા ગામે ગયેલ જ્યા એક મકાનમાં જાલી નોટો નુ ઝેરોક્ષ મશીન રાખી અને નકલી નોટો બનાવતી હોવાનુ ઝેરોક્ષ મશીન મળી આવેલ તેમજ આરોપી પિયુષ નો મિત્ર ચેતન યશંવત જાની રહે હરમડીયા તાલુક ગીર ગઢડા તેમજ સંજય નટુભાઈ રાઠોડ રહે, હરમડીયા, તેમજ વડોદરા ના યોગેશભાઇ વૈધ સહીત ના આરોપી મળી કલર પ્રિન્ટ થી ઝેરોક્ષ કરી બીજા લોકો ને છેતરવા માટે તથા તેમાંથી બનાવેલ જાલી નોટો બનાવતા જેમાંથી ગત તા જુન ના રોજ આરોપી પિયુષ કુબાવત જાલીનોટો લઈ ને સોમનાથ ખરીદી કરવા જતા દુકાનદાર મન્યા કરતા અને નોટો ચાલતા એસ જી ની બાત નજરે આવી જતા આરોપી જાલીનોટો બનાવનું સામગ્રી તથા આરોપી ચેતન થશંવતરાય જાની રહેવાસી હરમડીયા તેમના ધરે થી ભારતીય બનાવટી ની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો ૧૦ ૨૨ એમ મળી કુલ નોટો નંગ 1080 જેના કુલ રૂપિયા ૨૧,૬૦,૦૦૦ મળી આવેલ જેથી પિયુષ કુબાવત અને સંજય નટુભાઈ રાઠોડ ની એસ જી ધરપકડ કરી ગુનો નોંધી કોર્ટ જ્યાંથી ચાર દિવસ ના રીમાન્ડ મેળવેલ જેમાં વધુ પુછપરછ હાથ ધરતા ચેતન યશવંતરાય જાની રહે હરમડીયા તથા યોગેશ ભાઇ વૈધ નુ નામ ખુલતા પોલીસે બંને આરોપી ની ધરપકડ ચક ગતિમાન કર્યા છે,

 

(11:00 pm IST)