Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જૂનાગઢ અને ગીરના જંગલોમાં ભારે વરસાદ વિલિંગડન ડેમમાં નવા નીરની આવક શરૂ

ગીર પંથકમાં વરસાદથી વહેતા ઝરણામાં યુવકોએ મન મૂકીને આનંદ માણ્યો

જૂનાગઢ શહેર અને ગિરનારના જંગલમાં ભારે વરસાદ વરસ્યો હતો  વિસાવદર, વંથલી, મેંદરડા, માળીયા હાટીના સહિત સમગ્ર પંથક સહીત જંગલોમાં ભારે વરસાદ પડ્યો છે

  અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 24 કલાકમાં તાલાલા, સુત્રાપાડા સહીતના વિસ્તારોમાં 6 ઇચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોને સિંચાઇનુ પાણી ભરપુર મળશે.

ગીરનાર પંથકમાં ભારે વરસાદથી વિલિંગડન ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. તો વરસાદી પાણીના ધોધના કારણે ગિરનારના નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. વિલિંગડન ડેમમાં પાણીની આવક થતા જૂનાગઢવાસીઓ નવા નીરને નિહાળવા ડેમ સાઇટ પર પહોંચી ગયા હતા. તો ગીર પંથકમાં વરસાદથી વહેતા ઝરણામાં યુવકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો.

(11:37 pm IST)