Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

માંડવી ના મસ્કા માં 2 શખ્સો એ સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોત ને ઘાટ ઉતાર્યો

ભુજ માં ઘાતક હથિયાર સાથે ફાયરિંગ ની ઘટના હજી તાજી છે ત્યાં આજે માંડવી ના મસ્કા ગામે એક યુવાન પર અંગત અદાવત માં 2 બાઈક સવાર યુવક ફાયરિંગ કરતા ૩૨ વર્ષીય આશિષ ચંદ્રકાન્ત જોશી નામના યુવકનું મોત થયું છે. પ્રાથમિક તપાસ માં યુવક પર અંગત અદાવત માં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે અને ફાયરિંગ કરનાર તથા મુત્યું પામનાર યુવક બને એક જ સમાજ ના હોવાનું સામે આવ્યું છે અને યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે ઘટના ની જાણ થતાં ગામ અને સમાજ ના આગેવાનો બનાવ સ્થળે ધસી ગયા હતા તો માંડવી પોલીસ એ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે ગામ અને સમાજ માં મોટું નામ ધરાવતા યુવક આશિષ મારાજ ના મોત ના સમાચારે સમગ્ર કચ્છ માં ચકચાર સર્જી છે જો કે બનાવ નું ચોક્કસ કારણ શોધવા સાથે આરોપી ને ઝડપવા પોલીસે કવાયત શરૂ કરી છે

(9:26 pm IST)