Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કેશોદના ભીખારામ બાવાજી હત્યા પ્રકરણના આરોપીઓના પાંચ દિ'ના રીમાન્ડ તજવીજ

ઘટના બાદ ગતરાત્રીના કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લઇ જાહેરમાં સરભરા કરી પોલીસે પોતાના અસ્તિત્વનો કરાવ્યો અહેસાસ : એ.એસ.પી. સંજય ખેરાતની સુચના થી પી.આઇ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બાલાત દ્વારા તપાસનો ચક્રોગતિમાન : નાસ્તા કરતા બે આરોપીને ઝડપવા, હથિયારો કબ્જે લેવા સહિતની કાર્યવાહીનો દોર આગળ ધપાવશે

જુનાગઢ-કેશોદ, તા. ૧પ :  રેન્જના આઇ.જી.પી. રાજકુમાર પાંડયન તથા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા માર્ગદર્શન તથા સૂચના અન્વયે આર. કે. ગોહિલ ઇન્ચા. પો. ઇન્સ. ક્રાઇમ બ્રાન્ચ નાઓ સ્ટાફે કેશોદમાં બાવાજી આઘેડની હત્યામાં પ શખસોને ઝડપી પાડયા છે. ઙ્ગ

આ ઘટનામાં કુલ સાત આરોપીઓના નામ ખુલવા પામેલ છે જે પૈકીના પાંચ રાજુ ભીમા સિંઘલ, દિવ્યેશ રામા સિંઘલ, બોઘા કાના ચાવડા, રવિ જયસુખ ટાટમીયા, ભાયા સુદા કરમટાએ પોલીસના હાથે ઝડપાઇ ગયેલ છે. જ્યારે અન્ય બે આરોપીઓ રામા ભીમા સિંઘલ અને ભુપત રબારી હજુ નાસતા ફરતા હોવાનું જાણવા મળેલ છે.

ફાઇનાન્સના ધંધામાં ભાગીદાર દરમિયાન છેલ્લા છ માસથી ચાલતી પૈસાની લેતીદેતીના મનદુઃખના કારણે ગત બુધવારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં અત્રેના ચાર ચોક નજીક આવેલ રેલવે ફાટક પાસે આરોપીઓએ ભીખા રામા હરીયાણીને આંતરી તેમના પર જીવલેણ હુમલો કરતા તેમનું મોત નિપજેલ હતું.

સતત ટ્રાફિકથી ધસમસતા એવા ભરચક્ક વિસ્તારમાં માર્ગ પરથી અવર-જવર કરતા લોકોની નજર સામે જ ધોળા દિવસે સરાજાહેર બનેલ આ જીવલેણ હુમલાની ઘટનાથી એક તબક્કે તો લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ થયેલ હતું. આ ઘટનાથી શહેરમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામેલ.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ  સ્થાનીક પોલસૃ ઉપરાંત એલ.સી.બી. જુનાગઢ અને એ.એસ.ઓ.જી સ્ટાફે સાથે મળી આદરેલ જીણવટભરી તપાસ બાદ આોપીઓ અમદાવાદ તરફ જઇ રહેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસનીએક ટીમ એ દિશામાં દોડી જઇ આરોપીઓનું પગેરૂ દબાવવામાં પોલીસ સફળ રહેલ હતી. ઘટનાના ગણત્રીના કલાકોમાંજ સફળ રહેલ છે. આરોપીઓ હજુ અમોાવાદ પહોંચે તે પહેલાજ પોલીસે આરોપીઓને રસ્તામાંથીજ ઝડપી લીધેલ હતા.

એ.એસ.પી. સંજય ખેરાતની સુચનાથી પી.આઈ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બાલાત દ્વારા તપાસના ચક્રોગતિમાન બનેલ છે. આ અંગે અમારા પ્રતિનિધિ સંજય દેવાણીએ આ ઘટનાના તપાસનીશ અધિકારી પી.એસ.આઈ. એસ.આર. બાલાતનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આજે બપોર બાદ ઝડપાયેલ પાંચેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે અને પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવશે. રીમાન્ડ કાર્યવાહી દરમ્યાન હથીયારો સહિતનો મુદામાલ કબ્જે લેવા, નાસતા ફરતા બન્ને આરોપીઓના આશ્રય સ્થાનો અંગેની પુછપરછ સહિતની તપાસની કાર્યવાહીનો દોર આગળ ધપાવવામાં આવશે.

(2:43 pm IST)