Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં રોજબરોજ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પોલીસને સુચના

વઢવાણ, તા.૧પઃ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દીપક કુમાર મેદ્યાણી દ્વારા જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહી. જુગારની બદ્દી સંપૂર્ણ નાબૂદ થાય, ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો અને ફરિયાદીને સોહર્દપૂણ રીતે સાંભળી, તેને સંતોષ આપવા તેમજ પોલીસ દ્વારા રોજ બરોજ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી, તમામ માહિતી ઓનલાઇન કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ કરવામાં આવેલ છે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝન ના ડીવાયએસપી ઓને પણ પોતાના ડિવિઝન ના પોલીસ ઓફિસરો ને સક્રિય કરવા સુચનાઓ કરવામાં આવેલ.

પોલીસ વડા દીપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એ પોતાના ડિવિઝન ના લીંબડી, ચુડા, પાણશીણા, સાયલા, ચોટીલા, બામણબોર અને થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા સ્ટાફની એક મિટિંગ અને ક્રાઇમ કોન્ફરન્સ નું આયોજન સાયલા ખાર્તેં કરવામાં આવેલ હતું.

આ ક્રાઇમ કોન્ફરન્સ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને મળેલ અને જેમાં થાનગઢ પો.ઈન્સ. ડી.એમ.ઢોલ, સાયલા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, લીંબડી/પાણશીણા પીએસઆઇ જી.જી.પરમાર, ચુડા ઇન્ચાર્જ પીએસઆઇ જે.ડી.મહિડા ચોટીલા બામણબોર સહિતના અધિકારીઓ સ્ટાફ સાથે હાજર રહેલ હતાં.

સાયલા ખાતે મળેલ લીંબડી ડિવિઝન ની ક્રાઇમ કોન્ફરન્સમા ચોરી, ઘરફોડ ચોરી, જેવા મિલકત વિરુદ્ઘના બનાવો અટકાવવા, રોડ અકસ્માત ના બનાવો અટકાવવા એકશના પ્લાન તૈયાર કરવા તેમજ નાઈટ રાઉન્ડ સખત બનાવી, રોડ પેટ્રોલિંગ તથા ચેકીંગ વધારવા તેમજ ઓવર લોડ ખનિજ ભરીને નીકળતા અને તાડપત્રી વગર તેમજ વગર લાયસન્સ સાથે નીકળતા ડંપર ચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ હતી. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવતા અરજદારો અને ફરિયાદીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે તેઓને સાંભળી, કાયદેસર કાર્યવાહી કરવા પણ સુચનાઓ આપવામાં આવેલ હતી. દરેક પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુન્હાની પણ સમીક્ષા કરવામાં આવી અને આ ગુન્હાઓના તથા ભૂતકાળમાં દાખલ થયેલ ગુન્હાઓના પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવા પણ સુચનાઓ કરવામાં આવી.તાજેતરમાં ચોટીલા ટાઉન મા બજારમાં તેમજ સાયલા ટાઉન મા બજારમાં વેપારીઓની દુકાનમાં થયેલ ચોરીઓના ગુન્હાઓ ઉકેલી, આરોપીઓ તથા મુદ્દામાલ પકડી પાડવા ખાસ પ્રયત્નો કરવા પણ સુચનાઓ કરવામાં આવેલ હતી.

(1:20 pm IST)