Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોરબીમાં વૃધ્ધા પર છરી-લાકડીથી હુમલો

વૃધ્ધા ઉજીબેન હોસ્પીટલમાં ૬ વ્યકિતઓ સામે પોલીસમાં ફરીયાદ

મોરબી, તા.૧૫:મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે બદ્યડાટી બોલી હતી જેમાં એક વૃદ્ઘા મરછરી-લાકડીની હુમલો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મોરબીના ઇન્દીરાનગરના રહેવાસી ઉજીબેન પરમાર નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દેવાયત ડુંગર પરમાર, તેની પત્ની ઝબુબેન પરમાર, ભોયાભાઈ, ભોયાભાઈની પત્ની અને તેની બે દીકરીઓએ એ તમામ આરોપીઓએ એકસંપ કરી તેણે ઢીકા પાટું માર મારી લાકડી તેમજ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી છે. બી ડીવીઝન પોલીસે મારામારી સહિતના ગુન્હા નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

(1:19 pm IST)