Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પોરબંદરમાં સવારે વાદળી વરસી દરિયામાં આંધી તથા હાઇ ટાઇડ

પોરબંદર તા. ૧૫  આજે સવારે દશ વાગ્યે આકાશમાંથી પસાર થતી વાદળી વરસી ગઇ હતી. દરિયામાં સવારે  આંધી તથા ધુમ્મસ છવાઇ હતી. દરિયામાં હાઇ ટાઇડ ની શરૂઆત થઇ છે. આંધીને કારણે જુના સ્મશાનથી જેટી પુરતી દેખાતી નથી.

ઇન્દ્રેશ્વર મંદિરથી બીરલા સાગર ચોપાટી, રંગબાઇ માતાજી મંદિર, ગોસાબારા દરિયા સુધી એકથી બે મીટર મોજા ઉછળી રહ્યા છે. ઇન્દ્રેશ્વર મંદિર કાંઠે ભેખડમાં મોજા અથડાઇને ઉંચા જઇ મંદિરની ધજા ભીંજવી નાખે છે. બરડા ડુંગરમાં વ્ીંક મારતો પવન ફુંકાય છે. ગુરૂતમ ઉષ્ણતામાન ૩૪.૬ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણતામાન ૩૯.૫ સે.ગ્રે., ભેજ ૯૪ ટકા હવાનું દબાણ ૧૦૦૩.૨ એચ.પી.એ., સુર્યોદય ૬.૦૮ તથા સુર્યાસ્ત ૭.૩૫ મીનીટે, વરસાદ મોસમનો કુલ ૦૦.૦૭ મી.મી.

(1:17 pm IST)