Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

યુકે લંડનમાં શિવપુરાણ કથાનો લાભ લેતા સંતો-મહંતો અને ભાવિકો

જુનાગઢ :સનાતન ધર્મ ભુષણ પૂ. રાજરાજેશ્વર ગુરૂજી ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટર હેરો યુકે દ્વારા શિવપુરાણ કથાનું આયોજન કરાયુ છે. જેમાં ઉપરોકત તસ્વીરમાં કથાનું રસપાન કરાવતા શિવયોગ ગુરૂ અવધુત શિવાનંદજી તેમજ કથા શ્રવણ કરતા પૂ. રાજરાજેશ્વરગુરૂજી નિખીલજી પરમાર, ધુનડાના પૂ. જેન્તીરામબાપા, નેહા દીદી સારસ્વત પૂ. નિધી દિદિ સારસ્વત ભજનીક હેમંત ચૌહાણ, શ્રીમતી ગીતાબેન ચૌહાણ તેમજ યુકેમાં વસતા ગુજરાતી પરિવારો અને યુકેના નાગરીકો નજરે પડે છે. (તસ્વીર :અહેવાલ :વિનુ જોશી જૂનાગઢ)

(1:10 pm IST)