Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરનો મત

સરકાર માફક વાલીઓ પણ પ્રાથમિક શિક્ષણ માટે જાગૃત બને તે જરૂરી છે

અમરેલી તા. ૧૫ : અમરેલી તાલુકાના મેડી ગામે પ્રાથમિક શાળામાં પમિ ગુજરાત વીજ કંપની લિમિ.ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમારે, ૨ કન્‍યાઓ અને ૪ કુમાર સહિત કુલ ૬ બાળકોને મીઠું મો કરાવી ધો.૧માં પ્રવેશ અપાવ્‍યો હતો.

આ પ્રસંગે શ્રી એમ.આર. પરમારે કહ્યું કે, રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્‍યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે. કન્‍યાઓના અભ્‍યાસને વધુ મહત્‍વ આપવાનું જણાવી તેમણે કહ્યું કે દીકરી બે કુળ તારે છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય, શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકો ડ્રોપ વિના અભ્‍યાસ કરવા જાગૃત્ત બને તે પણ છે. 

ઉકત પ્રસંગે કુલદીપભાઇ દેવમુરારી, આચાર્ય નરેશભાઇ ગોસલીયા તથા અન્‍ય અધિકારી - પદાધિકારી અને વિદ્યાર્થીઓ તથા આમંત્રીતો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:58 pm IST)