Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ગીર સોમનાથમાં મેઘરાજાની હાઉકલી : તાલાલા, કોડીનાર અને ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદી ઝાપટા

કડોદરા પીપળવા દેવલી છારા સહિત હરમડિયા એભલવડ પીંછવી પૂછવામાં વરસાદ

ગીર સોમનાથ માં આજે વહેલી સવારથી મેઘ રાજાએ પધરામણી કરી હતી કાળા ડિબાંગ વાદળો છવાયા અને ભારે બફારા બાદ તાલાલા કોડીનાર અને ગીર ગઢડાના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડતા વાતાવરણમા ઠંડક પસરી હતી. કોડીનારના કડોદરા પીપળવા દેવલી છારા સહિત શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી ઝાપટાં પડયા હતાં. તો ગીર ગઢડાના હરમડિયા એભલવડ પીંછવી પૂછવા સહિત ગીર વિસ્તાર વરસાદ પડ્યો હતો. તાલાળા શહેર અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(12:24 pm IST)