Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જુનાગઢમાં દેશી દારૂ બનાવવાનું મીની કારખાનુ પકડાયુઃ ૧ની ધરપકડ

જુનાગઢ તા.૧૫:જુનાગઢમાં આર.આર.સેલના કાફલાએ દેશી દારૂ બનાવવાનું મીની કારખાનુ પકડી વિશાળ જથ્થામાં દારૂ અને આથો કબ્જે કર્યો હતો.

રેન્જ આજી.જી.પી ડો.રાજકુમાર પાંડીયનની સુચનાથી આર.આર.સેલના પી.એસ.આઇ. ડી.બી. પીઠીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ એસ.એમ.દેવરે સહિતના સ્ટાફે મોડી રાત્રે જુનાગઢમાં પંચેશ્વર પાસેના કાળવા વોકળામાં દારૂ અંગે દરોડો પાડ્યો હતો.જેમાં પોલીસે વાધા દેવા મુછાળને દારૂ બનાવતો ઝડપી લઇ રૂ.૨૪૦૦નો ૧૨૦ લીટર દેશી દારૂ તથા રૂ.૩૦૦૦નો ૧૦૦૦ લીટર આથો કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન બીજલ દેવા રબારી નહિ મળતા એએસઆઇ દેવશી ખીમસુરીયાએ તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)