Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોરબી જિલ્લાના ટંકારા અને હરબટીયાળી ગામની શાળાઓમાં કુલ-૩૧૦ બાળકોનું શૈક્ષણિક કીટ શાળામાં કરાવાયું નામાંકન

વ્યકિત અને સમાજના વિકાસ માટે શિક્ષણ લેવુ અનિવાર્ય છે. મોરબી જિલ્લા કલેકટર માકડીયાનો મત

મોરબી, તા.૧૫:વ્યકિત અને સમાજના વિકાસ માટે શિક્ષણ લેવુ અનિવાર્ય છે.  તેમ જિલ્લા કલેકટર આરે.જે. માકડીયાએ મોરબી જિલ્લાના ટંકારા અને હરબટીયાળી ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૮ના યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતુંકલેકટરશ્રી માકડીયાએ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિને કુલ-૪ શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ-૩૧૦ બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું. જયારે આંગણવાડીના ૧૦ બાળકો મળી કુલ-૩૧૦ બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.કલેકટરશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે વાલીઓ તેમના સંતાનને આ જ્ઞાન મંદિરમાં શિક્ષકોના ભરોશે દાખલ કરે છે. ત્યારે શિક્ષકોએ તેઓની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવા અને સરકાર દવારા જે શૈક્ષણિક સુવિધાઓ અને સાધનો  અપાયા છે તેનો મહતમ બાળકોના સુવિસ ધડતરમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકો પૂરેપૂરૂ શિક્ષણ મેળવે અને વચ્ચેથી શાળા ન છોડે તેની કાળજી લેવા જણાવ્યું હતું તેમજ દિકરીઓને ખાસ ભણાવવા પર ભાર મુકયો હતો.પ્રવેશોત્સવ-૨૦૧૮ના  પ્રથમ દિવસે કલેકટરશ્રી ટંકારા  ખાતેની ઓરપેટ કન્યા વિધાલયમાં કુલ-૧૭૬ કન્યાઓને ગાયત્રીનગર તાલુકા શાળામાં કુલ-૭૩ તથા હરબટીયાળી વિધાલયમાં કુલ-૨૪ તથા પ્રાથમિકશાળામાં કુલ-૨૮ મળી કુલ-૩૧૦ કુમાર કન્યાઓને શૈક્ષણિક   કીટ પુસ્તકો અર્પણ કરી મો મીઠા કરાવી રંગેચંગે શાળાઓમાં નામાંકન કરાવાયું હતું. જયારે આંગણવાડીના ૧૦ બાળકોને રમકડા કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.તેમજ હરબટીયાળી ગામે ગામના નિવૃત શિક્ષક પર્યાવરણપ્રેમીશ્રી કે. એમ. નમેરાનું કલેકટરશ્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કાર્યક્રમને અંતે હાઇસ્કૂલમાં પ્રવેશપાત્ર બાળાઓને સાયકલ વિતરણ અને શાળા કંપાઉંડમાં કલેકટરશ્રી માકડીયાએ વૃક્ષારોપણ કર્યુ હતું છે.આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મામલતદાર ટંકારા શ્રી ચંદ્રિકાબેન પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી શૈલેષભાઇ સાણજા, ટંકારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી મધુબેન સંધાણી તથા આર્ચાયો, શિક્ષક ભાઇ બહેનો અને બાળકો મોટી સખ્યામાં ઉપસ્થિત રહયા  હતા.

(12:02 pm IST)