Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોરબીમાં શાળા પ્રવેશોત્સવ :પ્રથમ દિ' એ ૪૦ માધ્યમિક શાળામાં ઉત્સવ થયો

વાંકાનેર તાલુકામાં ૧૪૯ બાળકોને પ્રવેશઃ વિદ્યાર્થી બોન્ડ અપર્ણ

મોરબી, તા.૧૫:રાજયવ્યાપી ચાલી રહેલ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ અંતર્ગત મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના યોજાયેલ શાળા પ્રવેશોત્સવના  ના પ્રથમ દિને જિલ્લાના ૫ તાલુકાના ૧૭૪ ગામોની ૨૫૫ પ્રાથમિક શાળાઓ અને ૪૦ માધ્યમિક શાળાઓમાં જુદા જુદા ૯૦ જેટલા મહાનુભાવો, અધિકારીઓની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

જિલ્લામાં આજથી  બે  દિવસના યોજાયેલ આ શાળા પ્રવેશોત્સવના આજના પ્રથમ દિને ધોરણ-૧ માં કુમાર-૨૨૭૩ કન્યા ૨૧૩૬ મળી કુલ-૪૪૦૯ પ્રવેશપાત્ર બાળકો માંથી કુમાર-૨૨૭૪ કન્યા ૨૧૩૮ મળી કુલ ૪૪૧૨ બાળકોને શૈક્ષણિક કીટ, અર્પણ કરી મો મીઠા કરી રંગેચંગે શાળા પ્રવેશ કરમાવવામાં આવ્યો હતો.

જયારે ધોરણ-૯માં કુમાર-૯૦૨ કન્યા ૯૯૭ મળી કુલ ૧૮૩૯ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ શાળામાં દાખલ કરવામાં આવેલ બાળકોમાં  દિવ્યાંગ બાળકોને પણ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જેમાં કુમાર-૧૨, કન્યા-૦૬ મળી કુલ -૧૮ બાળકોનો સમાવેશ થયેલ હતો. આ ઉપરાંત આજે આંગણવાડીમાં પણ નાના ભુલકાઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કુમાર-૧૪૫૪ કન્યા ૧૪૦૫ મળી કુલ ૨૮૫૯ નાના બાળકોનો સમાવેશ થાય છે.

આજના આ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિને સરકારની વિધાલક્ષ્મીબોન્ડ યોજના અંતર્ગત ૩૨૧ કન્યાઓને વિધાલક્ષ્મી બોન્ડ અર્પણ કરાયા હતા.શાળા પ્રવેશોત્સવના આજના પ્રથમ દિને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંસાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા,  જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ ખટાણા, નાયબ વન સરંક્ષક શ્રી ભાલોડી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કાર્યક્રમમાં જોડાયા હતા તેમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવે છે.

સાંસદશ્રી મોહનભાઇ કુડારીયાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઓળ, હળધરધાર, ભીમગુડા અને મકતાનપર ગામોની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણીઅને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચાર ગામની પ્રાથમિક શાળાઓ મળી પ્રથમ ધોરણમાં ૧૧૨ બાળકોને તેમજ આંગણવાડી માં ૩૭ નાના ભુલકાઓ મળી કુલ-૧૪૯ ને શૈક્ષણિક કીટ તેમજ રમકડા ની કીટ અર્પણ કરી રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. આ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સરકારીશ્રીની વિધાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત ૪૨ કન્યાઓને બોન્ડ અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા.(

(11:37 am IST)