Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

માણાવદરમાં મેઘરાજાના શુકનરૂપી ઝાપટા

માણાવદર, તા. ૧૫ :. શહેરમાં અત્‍યારે સવારે મેઘરાજાના શુકન વંતા ઝાપટા પડતા આમ જનતામા આનંદ છવાયો, ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. સાથે સાથે પ્રથમ વરસાદ ધરતી ઉપર પડતા ભૂમિની અનેરી સોડમ આહલાદક અનુભવ થયો. પ્રથમ વરસાદ ઝાપટા સાથે વીજ પુરવઠો ગુલ થયો પ્રી-મોન્‍સુન કામગીરી શું ? આતો પીજીવીસીએલ અનેક સ્‍થળે ચોમાસાની શરૂઆતમાં જ ૧૧ કે.વી. લાઈનો નાખવાના પેતરા કરી ખોદકામ કર્યુ. રસ્‍તાઓ બગાડયા આ કામગીરી વહેલી કેમ ન થઈ?

બીજી તરફ અન્‍ય મોબાઈલ વાયરોના ખોદાણ કરી નાખવા મંજુરી કેમ આપી ચોમાસામાં આ નડશે.

પીજીવીસીએલ એ ટી.સી. (ટ્રાન્‍સફોર્મર-પોલ) ફરતે લોખંડની બેસ્‍ટ રેલીંગ મુકીને ખરેખર બેસ્‍ટ કામ કર્યુ છે જેથી અકસ્‍માતો તથા જાનહાની અટકશે.

(11:37 am IST)