Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

લોધીકાના મોટાવડા પાસે ફાર્મ હાઉસમાં પોલીસ ત્રાટકીઃ જુગાર રમતા ૯ પકડાયા

ફાર્મ હાઉસના માલીક અનિરૂધ્‍ધસિંહ તથા ચંદુભા, મેરામણ, પ્રવિણ, કિશોર, વિક્રમ, મનુબેન, સુલતાન અને કાનાની ધરપકડ

રાજકોટ તા. ૧પ : લોધીકાના મોટાવડા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં પોલીસે  બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ફાર્મ હાઉસના માલીક સહિત નવ શખ્‍સોને પકડી લઇ રોકડ, વાહનો તથા મોબાઇલ મળી. રૂા.૮.૭૪ લાખની મતા કબ્‍જે કરી હતી. 

મળતી વિગત  મુજબ લોધીકા પોલીસ મથકના પીએસઆઇ એચ. પી. ગઢવી સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે મોટાવડા પાસે આવેલ ફાર્મ હાઉસમાં  દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા ફાર્મ હાઉસના માલીક અનિરૂધ્‍ધસિંહ દીલીપસિંહ જાડેજા (રહે. કોઠારીયા રોડ આનંદનગર), બેટીયાના ચંદુભા બચુભા જાડેજા, ઉપલેટાનો મેરામણ સોમાયાભાઇ સુવા, સરપદળનો પ્રવિણ મનજીભાઇ જાવીયા, આજી ડેમ ચોકડી પાસે સુંદર પાર્કનો કિશોર નારણભાઇ સુવા, આજી ડેમ ચોકડી પાસે અનમોલ પાર્કનો વિક્રમ મોતીભાઇ આલ તેની પત્‍ની મનુબેન વિક્રમ આલ, કારમેઘડાનો સુલતાન કાસમભાઇ કુકડ તથા ઉપલેટાનો કાનો સામતભાઇ મકવાણાને પકડી લઇ રૂા. ૧,૧ર,૯૧૦ ની રોકડ તથા ત્રણ વાહન અને નવ મોબાઇલ ફોન મળી રૂા. ૮,૭૪,૪૧૦ ની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(11:36 am IST)