Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જુનાગઢ સહિત સોરઠમાં વાદળિયુ વાતાવરણ

જુનાગઢ તા. ૧પ : જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ વાદળિયુ વાતાવરણ પ્રવર્તે છે

છેલ્લા એક સપ્તાહથી આકાશ ગાોરંભાય રહ્યું છે જેના પરિણામે મહતમ તાપમાનનો પારો ગગડીને ૩૬.૯ ડિગ્રીએ પહોંચી ગયો છે જેનાથી લોકો ગરમીમાં રાહત અનુભવાઇ છે.

પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા બફારો અને ઉકળાટ વધ્‍યો છે.

દરમ્‍યાન આજે વહેલી સવારે આકાશ કાળા વાદળાથી ઘેરાય ગયું હતું. જેના કારણે એમ જણાતુ હતું કે મેઘરાજા તુટી પડશે પરંતુ બાદમાં ધુપછાવ વાતાવરણ થઇ ગયું હતું.

આજે સવારનું લઘુતમ તાપમાન ર૮.૪ ડિગ્રી અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૬.૯ કિ.મી.ની રહેલ છે.

(11:36 am IST)