Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જગતનો તાત મુશ્કેલીમાં છે'ને નરેન્દ્ર મોદી યોગ-આશનની ચેલેન્જમાં વ્યસ્ત

ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરે કર્યા આકરા પ્રહારો

ઉપલેટા તા. ૧૫ :અહીના તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરે ભારે રોષ સાથે નિવેદનમાં જણાવેલ છે કે, પોષણક્ષમ ભાવ સિંચાઇના પાણી સહિતની બાબતે મુશ્કેલીમાં મુકાય ગયેલ જગતનો તાત રોડ ઉપર ઉતરી આવી શાકભાજી દૂધ રોડ ઉપર ઢોરી દેશભરમાં આંદોલન ચલાવી રહ્યો છે, કર્જવાન થઇ ગયેલા ખેડુતોના આપઘાત રોજબરોજની ઘટના જેવુ થઇ પડયુ છે ત્યારે વ્હારે આવવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ આશન ચેલેન્જ અને વિદેશ ફરવામાં વ્યસ્ત છે.

ખેડુતોનો રોષ લોકસભાની ચુંટણીમાં ભાજપને ભાન કરાવશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

(11:35 am IST)