Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જામકંડોરણામાં જયેશભાઇ રાદડીયાના હસ્તે શાળા પ્રવેશ કરનાર બાળકોને કીટ વિતરણ

જામકંડોરણા તા.૧પઃ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-ર૦૧૮ના ભાગરૂપે જામકંડોરણા પ્રાથમિક શાળા, જામકંડોરણા માધ્યમિક શાળા, જામકંડોરણા કન્યા છાત્રાલય તથા આંગણવાડી ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ૧૩૧ કુમારો અને ર૩૭ કન્યાઓ મળી કુલ ૩૬૮ છાત્રોને આંગણવાડી, પહેલું ધોરણ અને નવમાં ધોરણમાં વિધિવત રીતે પ્રવેશ અપાયો હતો.

આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ધો.૩ થી ધો.૮માં પ્રથમ, બીજા, ત્રીજા નંબરે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરાયા હતા.

જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવેની ઉપસ્થિતિમાં તાલુકાના અડવાળ, રોધેલ, સોડવદર ગામે નવા પ્રવેશ મેળવતા બાળકોને પ્રવેશ આપી શૈક્ષણિક કીટ આપી બિરદાવવામાં આવેલઅને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ તેમજ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલ.

(11:35 am IST)