Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બોટાદઃ અભદ્ર ટીપ્પણી બદલ કલેકટરને આવેદન

બોટાદઃ બોટાદ શહેર જીલ્લા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ, ચારણ ગઢવી સમાજ, રાજપૂત ગરાસીયા સમાજ તથા અઢારે વર્ણના પ.પુ.શ્રી મોગલમાં વિશે સોશીયલ મીડીયામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વ્યકિતએ વિડીયો વાયરલ કરતા સમગ્ર હિન્દુ સમાજમાં અને ખાસ કરી ગઢવી ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને પ.પુ.શ્રી મોગલમાંના સેવક સમુદાયમાં દુઃખની લાગણી પ્રસરી ગયેલ. તો આ અભદ્ર ટીપ્પણી કરનાર વ્યકિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેકટરને બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઇ જેબલીયાની આગેવાની હેઠળ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:33 am IST)