Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ગારીયાધારમાં આજે વાલમપીર જયંતિની ઉજવણીરૂપે ૧૧૧૩૩ વૃક્ષો વાવી ઉછેર કરવાનો લક્ષ્યાંક

સુરતના ઉદ્યોગપતિઓ, દાતાઓ, ગ્રામજનો, આગેવાનોનો પુરૂષાર્થ ગારીયાધારને ગ્રીનેરી બનાવશે

ગારીયાધાર તા.૧પઃ ગારીયાધાર વાલમ બ્રાહ્મણ વૃક્ષારોપણ સમિતિ દ્વારા વાલમપીરબાપાની ૧૩૩મી જન્મ જયંતીની ઉજવણીના ભાગે સમગ્ર ગારીયાધાર શહેરમાં ૧૧૧૩૩ વૃક્ષોનું રોપણ કરી ૧૦૦૦ દિવસ સુધી જાળવણી કરશે.

વાલમ વૃક્ષારોપણ સમિતિ દ્વારા ગારીયાધાર શહેરની બહાર જતા માર્ગો, ચેકડેમોના પાળાઓ, સાર્વજનિક પ્લોટો, જાહેર માર્ગો પર લોકોને નડતર રૂપ ન બને તેવી જગ્યાઓ અને જાહેર સંસ્થાઓ દ્વારા બતાવવામાં આવતી જગ્યાઓ પર દિધાર્યું ધરાવતા પીપર, વડ, ઝાંબુડો, લિમડો, ઉમરો, રૂખડા અને ગરમાળો જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે.

તમામ વૃક્ષોને ખાતર નાખી તેની સુરક્ષા માટે પાંજરૂ નાખી અને નિયમિતપણે પાણી મળી રહે તે માટે સમિતિ દ્વારા પાણીના ટેન્કરની સુયોજીત યોજના બનાવાઇ છે.

આજે તા.૧પ-૦૬-૧૮ને વાલમપીરબાપાની ૧૩૩મી જન્મજયંતીની દિવસેથી આ વૃક્ષારોપણનું ખાતમુર્હુત કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં ગારીયાધાર શહેર  ગ્રીનેરી શહેર બનશે. જેમાં સુરતના ઉદ્યોગપતિઓ, દાતાઓ, શહેરીની પ્રજાજનો, આગેવાનો  અને સમિતિનો સહયારો  પુરૂષાર્થથી ગારીયાધાર લિલિ વૃક્ષોની ઝાઝરમાન ઉપવનથી ઝળહળી ઉઠશે.

(11:31 am IST)