Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઉનાના સૈયદ રાજપરામાં અસહય ગરમીમાં ૧૫ કલાકથી વધુ સમયનો વીજકાપ

ઉના તા.૧૫:તાલુકાના સૈયદ રાજરામાં ૧૫ કલાકથી વધુ સમયના વીજ કાપથી બાળકો વૃધ્ધો સહિત લોકો અસહય ગરમીમાં તોબા પોકારી ગયેલ છે.વીજ કચેરીએ ફરિયાદ કરવા ફોન કરીએ તો ફોન સતત બંધ આવે છે રૂબરૂ ફરિયાદ કરવા જતાં ફરિયાદ નોંધવા કોઇ સ્ટાફ હાજર રહેતો નથી વીજ સતાવાળાઓ લોકોને લાંબા વીીજ કાપથી મુકિત અપાવે તેવી માગણી ઉઠી છે.

(11:28 am IST)