Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જસદણ-વિંછીયા પંથકમાં જુગાર રમતા ૧૬ શખ્સો રોકડ સાથે ઝડપાયા

જસદણ તા.૧પ :જસદણ-વિંછીયા પંથકમાં જુદા જુદા ત્રણ જુગાર દરોડામાં કુલ મળીને ૧૬ જુગારીઓને રૂપિયા ૩૮૪રપ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.વી.જાડેજાની સુચના મુજબ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ એ.રાઠોડ તથા સ્ટાફે સાણથલી ગામે પાંચવડા ચોકડી પાસે ભુપતભાઇ સોંડાભાઇ ચૌહાણના મકાનમાં જુગાર રમતા રામજીભાઇ મોહનભાઇ સરીયા, વિશાલ રામજીભાઇ સરીયા, સુભાષભાઇ ભુપતભાઇ ચૌહાણ, ઉદયભાઇ, હસુભાઇ બસીયા, સંજયભાઇ વલ્લભભાઇ ધોળકીયા, સંજયભાઇ જીવાભાઇ મકવાણા તેમજ મકાન માલીક ભુપતભાઇ સોંડાભાઇ ચૌહાણ એમ કુલ સાત પતાપેમીઓને જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા ૧૪૬૧૦ કબ્જે કર્યા હતા.

જેની આગળની તપાસ પ્રો.એએસઆઇ એન.આર. વાણીયા ચલાવી રહ્યા છ.ે જયારે બીજા જુગાર દરોડામાં વિંછીયા પી.એસ.આઇ. એસ.એમ.વસાયાની સુચનાથી હેડ કોન્સ્ટેલબ કરણભાઇ સી.શેખ, સહિતના સ્ટાફે અમરાપુર ગામે ઢોરા વિસ્તારમાંં જુગાર રમતા વેલાભાઇ બાઘાભાઇ જાંબુકીયા, મુન્નાભાઇ દેવશીભાઇ કોળી, જગાભાઇ ધમાભાઇ રબારી, શામદભાઇ મેરામભાઇ અહિર અને દાનાભાઇ વિકુભાઇ ગીડા એમ કુલ પાંચ પતાપ્રેમીઓને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા ર૩.૪૦૦ કબ્જે કર્યા હતા.

જયારે જનડા ગામેપીરની દરગાહ પાસે જુગાર રમતા બાલાભાઇ દેવશીભાઇ કોળી,વલ્લભભાઇ હકાભાઇ કોળી, જીલુભાઇ મયુરભાઇ પડાણી, તથા ભરતભાઇ સીધાભાઇ, કિહલાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા ૪રપ જપ્ત કર્યા હતા.

(11:27 am IST)