Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ઘઉંની નિકાસ ઉપર એકાએક પ્રતિબંધ લદાતાં કંડલા, ગાંધીધામ, મુન્દ્રામાં અંદાજે ૫૦૦૦ જેટલી ટ્રકો અટવાઈ

ટ્રકોને પરત લઇ જવી પડે અને તેમાં ભરેલ ઘઉં પણ ફરી સ્થાનિક બજારમાં વેચવા પડે. તેવી સ્થિતિ

ભુજ :  કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા કચ્છમાં કંડલા અને મુન્દ્રા બંદર બન્ને જગ્યાએ મળીને ૫૦૦૦ જેટલી ટ્રકો અટકી ગઇ છે. જોકે, ૧૩/૫/૨૨ સુધી જેમને એલસી મળી ગઈ છે. એ જ પાર્ટીની ઘઉંની નિકાસ થઈ શકશે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ભારતીય ઘઉંની નિકાસ વધી હતી. કંડલા પોર્ટ ઉપર દરરોજ ત્રણ ચાર અને મુન્દ્રા પોર્ટ ઉપર પણ દરરોજ ત્રણ ચાર શીપ એમ કુલ દરરોજ ૭ થી ૮ જેટલા જહાજો ભરીને ઘઉંની નિકાસ થતી હતી. માટે કંડલા પોર્ટ ઉપર જ છેલ્લા દોઢ મહિનામાં ૧.૨૦ મિલિયન મેટ્રિક ટનની નિકાસ થઈ ચૂકી છે. મુન્દ્રા પોર્ટના સૂત્રોએ પણ અત્યારે મિક્સ બંધ હોવાનું જણાવ્યું હતું. જોકે, પણ, હવે નિકાસ બંધની જાહેરાત થઈ હોઈ  પંજાબ, હરિયાણા અને અન્ય સ્થળોએથી ઘઉં ભરીને આવેલી ટ્રકો અત્યારે તો અટવાઈ ગઈ છે. હવે, ટ્રકોને પરત લઇ જવી પડે અને તેમાં ભરેલ ઘઉં પણ ફરી સ્થાનિક બજારમાં વેચવા પડે. અત્યારે નિકાસના કારણે ઘઉંના બજાર ભાવ વધ્યા હતા તે પણ નિકાસબંધીના કારણે ઘટી જશે.

(8:53 pm IST)