Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલમાં મોટી સંખ્યામાં લોકો ન્હાતા હોવાની બાતમીથી પોલીસનો દરોડો : 15 છોકરાઓ ભાગી ગયા : પાંચ બાઈક અને રીક્ષા કબ્જે

નહાવા પડેલા 15 છોકરાઓ ફરાર : વાહનો કબ્જે લઈને સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જિલ્લાના વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલમાં સાંજના મોટી સંખ્યામાં લોકો નહાતા હોવાની વંથલી પોલીસને બાતમી મળતાં પી.એસ.આઈ. ક્ષત્રિય અને સ્ટાફે રેડ કરતા પંદર છોકરાઓ ન્હાતા હતા તે નાસી ગયા હતા અને પોલીસે સ્થળ પરથી પાંચ બાઇક અને એક રિક્ષા કબ્જે કરી સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરેલ છે.

(10:28 pm IST)
  • કેરળના દરિયા કાંઠાના ઉપર આજે ભારે વરસાદને પગલે કોચીન સહિત ઠેરઠેર પૂરના દ્રશ્યો સર્જાયા છે.. access_time 8:53 pm IST

  • એનડીઆરએફની ૧૫ ટીમો જામનગર પહોંચી : ગુજરાત: ચક્રવાત તૌકતે ભૂમિ ઉપર ખાબકશે તેથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ૧૫ ટીમો જામનગર પહોંચી છે. access_time 3:23 pm IST

  • હવે ગોવાની તમામ ૨૧ ખાનગી હોસ્પીટલોમા પણ કોરોનાની સારવાર મફતમા થશે : સારવારનો તમામ ખર્ચો ભોગવશે રાજ્ય સરકાર : મહત્વની જાહેરાત કરતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત access_time 10:41 pm IST