Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જવાહરભાઈ ચાવડાઃ આરોગ્યલક્ષી કામગીરી જાણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૫ :. રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડા પોરબંદર જિલ્લાની મુલાકાતે આવીને તેઓ રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે દોડી ગયા હતા અને આ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી કામગીરી જાણી હતી.

રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવીને જવાહરભાઈ ચાવડાએ દર્દીઓની સારવાર અંગે પૂછયુ હતું. ઉપરાંત દવાના સ્ટોક ઈન્જેકશન વિશે પણ જાણકારી મેળવી હતી. જવાહરભાઈ ચાવડા આજે દિવસ દરમિયાન જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરશે.

(12:53 pm IST)