Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોરબીના ચાંચાપરમાં ૨૦ ટકા વ્યાજે લીધેલ ૭ લાખ આપી દીધા છતા વ્યાજખોરોએ ત્રાસ દેતા યુવકે ઝેરી દવા પીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૫: મોરબીના ચાચાપર ગામે રહેતા યુવાનને વીસ ટકા વ્યાજે રૂપિયા લીધા રકમ ચૂકવી આપી હોવા છતાં વ્યાજખોરો ત્રાસ આપતા હોવાથી કંટાળીને ઝેરી દવા પી આપદ્યાતનો પ્રયાસ કરતા પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના ચાચાપર ગામમાં રેહતા અને સિરામિક રો મટીરીયલ નો વ્યવસાય કરતા વિશાલભાઈ પ્રાણજીવનભાઈ સ્નીયારા ઉ.વ.૨૭ વાળાએ અલગ અલગ સમયે નિમલ આહીર રહે.દલવાડી સર્કલ નજીક અને લખન ગોગરા રહે.કોયલી વાળા પાસેથી જરૂરિયાત મુજબ ૭ લાખ જેવી રકમ રૂપિયા ૨૦ ટકાના વ્યાજે ઉછીની લીધી હતી જે રકમ વ્યાજ સહિત આ વેપારી આ શખ્સોને પરત પણ આપી દીધી હતી છતાં પણ આ શખ્સો રૂપિયાની ઉઘરાણી કરતા હતા જેમાં નિર્મલ આહીર નામના શખ્સે ફરીયાદીના ઘરે જઈ ગાળાઓ આપી રૂપિયાની ઉઘરાણી કરી હતી તો લખન ગોગરાએ ફોન પર ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી હતી જેથી ફરિયાદ બને શખ્સોથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તપાસ કરતા બને શખ્સો વિરુદ્ઘ ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે.

(12:51 pm IST)