Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

બરડા ડુંગરની સીમમાંથી પ૦ લીટર તૈયાર દેશી દારૂ તથા ૮ બેરલ આથો ઝડપાયોઃ આરોપી નાસી ગયો

(મહેશ પારેખ દ્વારા) પોરબંદર, તા,. ૧પઃ બરડા ડુંગરની કથારાનેસમાં પોલીસે દરોડો પાડીને તૈયાર દેશી દારૂ પ૦ લીટર તથા દારૂનો આથો ભરેલ ૮ કેરબાનો જથ્થો પકડી પાડેલ છે. દરોડા દરમિયાન આરોપી લખમણ ધાના રે.બખરલા સીમ હાજર મળી આવેલ નહોતો.

પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની બદી સદંતર નાબુદ કરવા આવી પ્રવૃતી કરનારા ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની નાઓએ સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક સ્મીત ગોહીલ પોરબંદર ગ્રામ્ય નાઓ દ્વારા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અંગે ડ્રાઇવ આપવામાં આવેલ હોય આ ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા, વિજયસિંહ છેલાવડા તથા પૃથ્વીરાજસિંહ ગોહીલને બાતમી રાહે હકીકત મળેલ કે બખરલા ગામની સીમ કથારાનેસ બરડા ડુંગરની પડધર પાસે લખમણ ધાના ટાપરીયા ગઢવી દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશીદારૂ બનાવવાની પ્રવૃતી કરે છે જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા (૧) દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ બેરલ નંગ-૮ આથો લીટર ૧૬૦૦ (ર) દેશીદારૂ ભરેલ કેરબો નંગ-૧ દેશી દારૂ લીટર-પ૦ (૩) તાંબાની નળી નંગ-૧ મળી કુલ રૂ. ૯પ૦૦ના મુદામાલ મળી આવતા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ આરોપી લખમણ ધાના ટાપરીયા ગઢવી રહે. બખરલા ગામની સીમ કથારાનેસ તા.જી.પોરબંદર વાળા વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી બગવદર પોલીસ સ્ટેશનના ઇ.ચા. પો.સબ ઇન્સ. એચ.સી.ગોહીલ તથા એએસઆઇ બી.કે.ઝાલા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેેદરા, વિજયસિંહ છેલાવડા, પૃથ્વીરાજસિંહ ગોહીલ, ચંદ્રેશભાઇ સોલંકી, સતીષભાઇ સોલંકી, મનોજભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ ગોરધનભાઇ મોકરીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:03 pm IST)